એક દિવસમાં તંત્રએ 85 લાખની કરી રિકવરી
રાજકોટ,તા.17
રાજકોટમાં વેરો નહીં ભરનારા બાકીદારો સામે મનપા દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. આજે મનપાની ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં ફરીને 11 મિલ્કતોને સીલ કરી છે. જયારે એક મિલકતનું નળકનેકશન કાંપી નાંખવામાં આવ્યું છે. તેમજ 46 મિલકતોને જપ્તીની નોટીસ અને રૂ. 85.37 લાખની રિકવરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તંત્રને રૂ. 287.15 કરોડની આવક કરી છે. આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા બજરંગ વાડીમાં 4-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. તેમજ કસ્તુરબા રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા.66000, શીતલ પાર્ક પાસે 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા.61000, નુતન પ્રેસ રોડ પર 1- નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂા.1.03 લાખ કરવામાં આવી છે. તો અમરનાથ પાર્કમાં 4-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલા છે. કુવાડવા રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, ભગવતી પરા મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.03 લાખ, સિદ્વિ વિનાયક પાર્ક પાસે 5-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી રૂા.1.00 લાખ, આર.પી.રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.60000, ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ પર 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂા.25000, યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા.56000 અને કાલાવાડ રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.10 લાખની કરાઇ છે. તેમજ 150 ફુટ રીંગ રોડ 4- યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, યુનિ.રોડ પર આવેલ 4- યુનિટને નોટીસ આપેલ, મવડી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા.1.50 લાખ, રાધિકા પાર્કમાં 3-યુનિટને નોટીસ આપેલ, ગુરુપ્રસાદ ચોકમાં 3- યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, બાપુનગરમાં 3-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, 80 ફુટ રોડ પર આવેલ 2-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, પેલેસ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂા.1.65 લાખની કરાઇ છે. આજી રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા.99,000, કોઠારીયા મઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી રૂા.1.20 લાખની કરાઇ છે. ઘક્ષય ઝશળય ઈંક્ષતફિંહળયક્ષિં જભવયળયના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ. 31/03/2023 હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરાઇ છે.