સરપંચના પતિને પણ સભ્યપદના હોદા પરથી દૂર કરાયા
જેતપુર,તા.17
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના સરપંચે આચરેલી નાણાંની ગેરરીતિ બાબતે કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થતાં ડીડીઓએ તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.આ સાથે સરપંચના પતિને પણ સભ્યપદના હોદા પરથી દૂર કરવા ડીડીઓ હુકમ કર્યા છે આ ઉપરાંત ઉપસરપંચ ને પણ દૂર કરવામાં આવે તેવી માંગ ફરિયાદીએ કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના મહિલા સરપંચ તેમજ સરપંચના પતિને પણ સભ્યપદના નાણાંની ગેરરીતિ બાબતે થયેલ ફરીયાદમાં તપાસના અંતે કસૂરવાર પુરવાર થતાં ડિડિઓ દ્વારા હોદા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરીયાદીએ તેની ફરીયાદના અનુસંધાને ઉપસરપંચ ને પણ હોદા પરથી દૂર કરવાની માંગ કરી હતી.જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞેશભાઈ રાદડિયાએ વિકાસ કમિશ્નર ગાંધીનગરને ગત તા. 25-7-22ના રોજ એક લેખિત ફરીયાદ કરી હતી. મંડલીકપુર ગામના સરપંચના પતિ અને ઉપસરપંચના પતિ તેમજ તલાટીમંત્રી નાણાંની ગેરરીતિ આચારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો છે. આ માટે તેઓએ ફરીયાદ સાથે પુરાવા પણ રજુ કર્યા હતા. જેમાં શિલ્પાબેન હરેશભાઇ સેંજલિયા ગામના સરપંચ છે અને તેમના પતિ હરેશભાઇ આગલી ટર્મમાં સરપંચ હતાં અને હાલ ગ્રામ પંચાયતમાં સદસ્ય છે. હરેશભાઇ ગ્રામ પંચાયતના સદસ્ય હોવા છતાં ગ્રામ પંચાયતમાં નાણાંના વહીવટમાં ઈંઈઈંઈઈં બેન્કના આવેલ ખાતામાં સરપંચને બદલે તેઓ પોતાની હરેશ સેંજલિયા તેવી નામ જોગ સહી કરી વહીવટ કરતાં હતા. અહીં તો મહિલા સરપંચના પતિ પંચાયતના આર્થિક વહીવટમાં તલાટીમંત્રીની સાથે ચેક પર સરપંચ તરીકે પણ પોતાના નામની જ સહી કરતા હતાં. ગ્રામ પંચાયતના ઉપસરપંચ જયાબેન સરવૈયાના પતિ કેશુભાઈના નામે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવ્યા છે. જેના પણ પુરાવા ફરીયાદીએ ફરીયાદ સાથે રજૂ કરતાં વિકાસ કમિશ્નર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે તપાસ સોંપી હતી. જે રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચને તેમજ સરપંચના પતિને પણ સભ્યપદના હોદા પરથી દૂર કરી સરપંચનો ચાર્જ ઉપસરપંચ જયાબેનને સોંપ્યો હોવાનું તાલુકા વિકાસ અધિકારી પંકજ વાઘાણીએ જણાવ્યું હતું. સતાનો દુરુપયોગ કરી નાણાંની ગેરરીતિની આ તપાસમાં સરપંચના પતિએ તપાસનીસ અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું ફરિયાદીએ જણાવાયું હતું
આ ઉપરાંત ઉપસરપંચને પણ હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી