રાજકોટના શ્રીમંત ઉદ્યોગપતિનો અગમ્ય કારણે ન્યારી ડેમમાં પડતુ મુકી આપઘાત

બે દિવસ પહેલા બપોરે ઘરેથી નીકળ્યા બાદ એકાએક લાપતા બનેલ યુવકની લાશ મળી

રાજકોટ તા. 24
શહેરના પંચવટી રોડ ઉપર અમૃતા પાર્ક-2 માં રહેતા અને મવડી પ્લોટમાં સ્વસ્તિક ક્રેન્ક નામનું કારખાનું ધરાવતા યુવા ઉધોગપતિ બે દિવસ થી લાપતા બન્યા બાદ ન્યારી ડેમ માંથી તેની લાશ મળી આવતા ચકચાર જાગી છે.ધનિક યુવા ઉધોગપતિએ ન્યારી ડેમમાં ઝંપલાવ્યું હોય તેનું એકટીવા નજીકથી મળ્યું હોય ગઈ કાલ સાંજ થી પરિવાર સહીતના સભ્યો તેની શોધખોળમાં હતા આજે સવારે ન્યારી ડેમ માંથી તેની લાશ મળી હતી. ધનિક યુવા ઉધોગપતિના આપઘાત પાછળ રહસ્યમ ઘૂંટાઈ રહ્યું છે જે બાબતે પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.
શહેરના પંચવટી મેઈન રોડ ઉપર અમૃતા પાર્ક-2 માં રહેતા અને મવડી પ્લોટમાં સ્વસ્તિક ક્રેન્ક નામનું કારખાનું ધરાવતા યુવા ઉધોગપતિ જીગર અરવિંદભાઈ સાકરિયા (ઉવ29) ગત તા 22ના રોજ બુધવારે કારખાને રજા હોય બપોરે 1:30 કલાકે પિતા સાથે ભોજન લીધા બાદ ઘરે થી નીકળ્યો હતો અને સાંજ સુધી ઘરે પરત નહી આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને જીગરના મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરતું જીગરનો મોબાઈલ પણ સ્વીચઓફ હતો જેથી પિતા અરવિંદ ભાઈ અને અન્ય કૌટુબીક સભ્યોએ જીગરની શોધખોળ કરતા જીગરનું એકટીવા ન્યારી ડેમ નજીક દુલ્હન પાર્ટી પ્લોટ પાસે રેઢું મળ્યું હતું.
મવડી પ્લોટમાં સ્વસ્તિક ક્રેન્ક નામનું કારખાનું ધરાવતા યુવા ઉધોગપતિ જીગર સાકરિયાને શોધવા પરિવાર તેમજ મિત્રોએ ન્યારી ડેમ આસપાસનો વિસ્તારમાં તપાસ કરી હતી છતાં જીગરની કોઈ ભાળ મળી નહી અંતે આજે ફાયરબ્રિગેડની મદદ થી ન્યારી ડેમ માં તરવૈયાઓએ તપાસ કરતા અંતે જીગરની લાશ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.જીગર પરિવારનો એકનો એક પુત્ર હતો અને ત્રણ વર્ષ પૂર્વ જ તેના લગ્ન પૂજા નામની યુવતી સાથે થયા હતા. જીગરને કોઈ સંતાન નહી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અમૃતા પાર્ક-2 માં રહેતા અને મવડી પ્લોટમાં સ્વસ્તિક ક્રેન્ક નામનું કારખાનું ધરાવતા યુવા ઉધોગપતિ જીગર સાકરીયાના રહસ્યમય સંજોગોમાં આપઘાત પાછળનું કારણ શું ? તે બાબતે હજુ સુધી પરિવાર કે મિત્રોને કોઈ જાણ નથી ત્યારે આ મામલે પોલીસે તેના મોબાઈલના કોલ ડીટેઇલને આઘારે વધુ તપાસ શરુ કરી છે.

રિલેટેડ ન્યૂઝ