રહેણાકનું એક નળ જોડાણ કટ : સ્થળ પર રૂ.1.11 કરોડની વસુલાત
રાજકોટ તા.24
વેરાવિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરી 40 મિલ્કતો સીલ કરી હતી. જેમાં એક સાથે 105 મિલ્કત ધારકોને જપ્તીની નોટિસ ફટકારી એક નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 1.11 કરોડની વસુલાત કરી હતી. મનપાના વેરા વિભાગ દ્વારા આજે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ દેવીકૃપા કોમ્પ્લેક્ષ માં 23 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.12.31 લાખ મોચી બજાર માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.4.78 લાખ પારેવડી ચોક પાસે આવેલ 4-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂૂ.1.18 લાખ , કુવાડવા રોડ પર આવેલ બહુચર મોટર્સ સર્વિસ સ્ટેશન નોટીસ આપતા રીકવરી રૂૂ.21,000, પારેવડી ચોક પાસે આવેલ સદગુરુધામ-એ માં 1-યુનિટ સીલ, ચંપક પાર્ક માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1,36,005, રાષ્ટ્રીય શાળા પાસે આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ. 34,000, એસ.ટી. બસપોર્ટ માં ફસ્ટ ફ્લોર પર આવેલ શોપ નં.27,30,31 એમ કુલ 3-યુનિટ સીલ કરેલ, શ્ર્યામ નગર-4 માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.75,549, નિલકંઠ નગર માં 2-યુનિટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.70,000ની વસુલાત કરી હતી. મનપાના વેરાવિભાગ દ્વારા ચંદ્રપાર્ક સોસાયટી 1-યુનિટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.18 લાખ, મવડી માં આવેલ ઇશાન એપાર્ટમેન્ટ માં 30 યુનિટને નોટીસ આપેલ, ગોંડલ રોડ પર આવેલ બજરંગ ફર્નિચર ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.75 લાખ, ગોંડલ રોડ પર આવેલ એસ.બી.એમ. ચૈર પ્રા.લી. ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.21 લાખ, જયરાજ પ્લોટ માં આવેલ કલ્યાણ કોમ્પ્લેક્ષ માં 6- યુનિટને નોટીસ આપેલ, મધુરમ ઔધોગિક વિસ્તાર, કોઠારીયા બાયપાસ વિસ્તાર, મજોઠી નગર માં 65- યુનિટને નોટીસ આપેલ, મહાત્મા ગાંધી સોસાયટી માં 1-યુનિટના બાકી માંગણા સામે નળ-કનેકશન કપાત ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.84,000, પરમેશવર સોસાયટી માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.57,455, ઢેબર રોડ સાઉથ પર આવેલ શ્રી રામ હાઇડ્રોલિંક ના યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.97,882, કોઠારીયા ઇન્ડ. 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.86 લાખ સહિત 1.11 કરોડની રિકવરી કરી હતી.