રૈયા ધારમાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું : 17 મકાનોનું ડિમોલિશન: 21.14 કરોડની જગ્યા ખુલી થઇ

ટીપી સ્ક્રીમ નં.22 રૈયાના અનામત પ્લોટ પરથી ગેરકાનૂની બાંધકામો તોડી પડાયા : નોટિસ છતાં દબાણો દુર ન થતા મનપાની કાર્યવાહી

રાજકોટ તા.24
મહાનગરપાલિકા દ્વારા અનામત પ્લોટ ખાલી કરાવવા છેલ્લા છ માસથી ડિમોલેશન ઝુંબેશ શરૂ કરવામા આવી છે. ટીપી રોડ અને અલગ અલગ હેતુ માટે ટીપી સ્કીમમાં મહાનગરપાલિકાને મળેલા પ્લોટ ઉપર થયેલા દબાણો દૂર કરવામા આવી રહ્યા છે. નિયમ મુજબ નોટિસ આપી જાતે દબાણો દુર કરવાનીસુચના આપવામા આવી છે. છતા દબાણો દુર ન થતા કોર્પોરેશન કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે પણ ડ્રિમસીટી રોડ મારવાડી વાસની બાજુમાં રૈયાધાર ખાતે મનપાના અનામત પ્લોટ ઉપર થયેલા નાના મોટા 17 પાકા મકાનોના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેથી રૂા. 21.14 કરોડની 3524 ચો.મી. જગ્યા ખુલ્લી થઈ હતી. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમડી સાગઠિયાના માર્ગદર્સન હેઠળ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે વોર્ડ નં. 1માં આવેલ ટીપી સ્કીમ નં. 22 રૈયાના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર મકાનોના બાંધકામો દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી વહેલી સવારથી હાથ ધરી બપોર સુધીમાં 17 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અને 3524 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જેની અંદાજીત કિંમત 21.14 કરોડ હોવાનું ટાઉન પ્લાનીંગ વિભાગે જણાવ્યું હતું. ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા આજે ટીપી સ્કીમ નં. 22 રૈયા અંતિમ ખંડ નંબર 65-એ ડ્રીમ સીટી રોડ મારવાડી વાસની બાજુમાં દ્વારકેશ પાર્કની પાસે રૈયાધાર સોશ્યિલ ઈન્ફાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવેલ અનામત પ્લોટ ઉપર થયેલ વર્ષો જૂના 17 પાકા મકાનોનું ડિમોલેશન કરવામા આવ્યુ ંહતું. આ તમામ ગેરકાયદેસર બાંધકામો સામે ગાઉ નોટિસ આપવામા આવેલ જેની મુદત પૂર્ણ થવા છતા આસામીઓએ જાતે દબાણો દૂર ન કરતા આજે વહેલી સવારથી ટીપી વિભાગે કાર્યવાહી હાથ ધરી મુદત પુર્ણ થયેલ હોય તમામ મકાનોમાંથી આસામીઓ સામાન લઈ લીધેલ હોય ખાલી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. રૈયાધાર મારવાડી વાસની બાજુમાં મહાનગરપાલિકાના અનામત પ્લોટ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવેલ આસામીઓને 262-2ની નોટિસ આપવામા આવેલ છતા ડિમોલેશન નહીં થાય તેવું વિચારી આજ સુધી દબાણો દૂર થયા ન હતા. આથી આજે તમામ મકાનો તોડી પાડવામા આવેલ આ ડિમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એમ.આર. મકવાણા, આર.એમ. વાછાણી તથા વેસ્ટઝોનનો તમામ ટેક્નિકલ સ્ટાફ જગ્યારોકાણ વિભાગ સ્ટાફ, રોશની વિભાગ સ્ટાફ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સ તથા પોલીસના સ્ટાફે સ્થળ ઉપર હાજર રહી ડિમોલેશનની કામગીરી પાર પાડી હતી.

ચોમાસા પહેલા મનપાના અનેક અનામત પ્લોટ ખાલી કરાવાશે
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજ્ય સરકારની સુચના બાદ મહાનગરપાલિકાના માલિકીના અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ તેમજ તાજેતરમાં જે ટીપી સ્કીમો મંજુર થઈ હોય તેમાં મળેલા સાર્વજનીક ેતેમજ અનામત પ્લોટનો કબ્જો લેવા માટે પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી છેલ્લા છ માસથી શરૂ કરવામા આવી છે. જે યથાવત રહેશે અને ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા લીસ્ટ મુજબના મોટાભાગના અનામત પ્લોટ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

રિલેટેડ ન્યૂઝ