ઢોરના ડબ્બા ભરાઇ ગયા: પશુઓ ગૌ શાળામાં મોકલવાનું શરૂ
રાજકોટ તા.24
મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા ડે-નાઈટ રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામા આવી છે. જેમાં ગઈ કાલે વધુ 215 ઢોર પકડાતા ફક્ત 30 દિવસમાં 881 પશુઓ પકડવામા આવ્યા છે. તેમજ મનપાના ઢોર ડબ્બા હાઉસફૂલ થઈ જતા હવે પશુઓને અલગ અલગ ગૌશાળાઓમાં મોકલવામા આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 16/05/ 2023 થી તા. 22/05/2023 દરમ્યાન રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, મોરબી રોડ, ઈન્દ્રપ્રસ્થ-2, છપ્પનીયા ક્વાર્ટર,ત્રીવેણી મેઈન રોડ પેડક રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, જયજવાન જયકીશાન મેઈન રોડ, ભગવતીપરા, મંછાનગર, શ્રીરામ સોસાયટી, રણછોડ આશ્રમ, સેટેલાઈટ ચોક, બેડી ચોકડી પાસે તથા આજુબાજુમાંથી 27 (સત્યાવીસ) પશુઓ, ભોમેશ્ર્વર, વૈશાલીનગર, ગોવિંદનગર તથા આજુબાજુમાંથી 09 (નવ) પશુઓ, રૈયારોડ, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક, મુંજકા ગામ મેઈન રોડ, ભોમેશ્ર્વર સોસાયટી, ઘંટેશ્ર્વર, સિદ્ધિ વિનાયક મંદિર પાસે, નવી કોર્ટ સામે, પુષ્કરધામ મેઈન રોડ, તથા આજુબાજુમાંથી 21 (એકવીસ) પશુઓ, રણુંજા સોસાયટી, કોઠારીયા સોલવન્ટ, માનસરોવર, માંડા ડુંગર, અનમોલપાર્ક, ગાર્બેજ સ્ટેશન, માધવવાટિકા, જડેશ્ર્વર, વેલનાથ તથા આજુબાજુમાંથી 28 (અઠ્યાવીસ) પશુઓ, કાલાવાડ રોડ, કણકોટ પાટિયા પાસે, ઉં.ઊં.ચોક તથા આજુબાજુમાંથી 16 (સોળ) પશુઓ, નવલનગર, આંબેડકરનગર, ગોકુલનગર, ખોડિયારપરા, હિંગળાજનગર, અમીનમાર્ગ, લક્ષ્મીનગર મેઈન રોડ આજુબાજુમાંથી 15 (પંદર) પશુઓ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 215 પશુઓ પકડવામાં આવેલ છે.