વિરપુરમાં લગ્નની લાલચે સગીરાના અપહરણની ફરિયાદ

પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી

જેતપુર તા. 25
જેતપુર તાલુકાના જલારામ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે 16 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આરોપી અને ભોગ બનનાર સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવ અંગે મળતી વિગત મુજબ વિરપુર પોલીસ મથકે ગત રોજ આઈપીસી 363 અને 366 મુજબ એક એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાવનાર ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે તેની સગીર વયની 16 વર્ષની દીકરી અચાનક ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલી ગઈ હતી. જેની શોધખોળ કરી હતી. પણ મળી આવી નહોતી. દીકરી ગુમ થતા આસપાસ પાડોશીઓ, દીકરીની બહેનપણીઓ અને સગા સબંધીઓને ત્યાં તપાસ-પૂછપરછ કરી હતી. જે બાદ જાણવા મળેલ કે, સગીરાને વિજય મોહન મકવાણા નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી ગયો છે.આ અંગે વિરપુર પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે સગીરા અને આરોપી શખ્સને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ