18 રેકડી-કેબીન કબ્જે કરાયા : દંડ ફટકારાયો
રાજકોટ તા. 25
મનપાના જગ્યારોકાણ વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ માર્ગો ઉપરથી 18 રેકડી કેબીન, 111 પરચુરણ માલસામાન, 110 બોર્ડ-બેનર તેમજ આડેધડ મંડપ અને છાજલી નાખનારનો સામાન જપ્ત કરી દબાણ કરતાઓને રૂા. 43,350નો દંડ કરવામા આવ્યો હતો. તેમજ 154 કિલો સડેલા ફળ અને શાકભાજીનો નાશ કરાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:20/05/2023 થી 23/ 05/2023 સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી- કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. દબાણ હટાવ શાખા દ્વારા આજે રસ્તા પર નડતર રૂૂપ 18 રેકડી/ કેબીન તે બાલાજી હોલ પાસે, જામનગર રોડ, હોસ્પિટલચોક, કેવડાવાડી, આનંદ બંગલા ચોક, એરપોર્ટ રોડ, ધર્મેન્દ્ર રોડ,ધરાર માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 111 પરચુરણ ચીજ વસ્તુઓ જે આડો પેડક રોડ,પરાબજાર,રેલ્વે જંકશન રોડ,ગુજરી બજાર,કેનાલ રોડ જીલ્લા ગાર્ડન રોડ,જામનગર રોડ,80 ફુટ રોડ,પેલેશ રોડ,હાથી ખાના ગાયત્રીનગર,ગુંદાવાડી,શ્રોફ રોડ,લાખાજીરાજ રોડ,ધરાર માર્કેટ પરથી જપ્ત કરવામાં આવેલ., 154 કિલો શાકભાજી/ફળ તે પારેવડી ચોક,આનંદ બંગલા ચોક,જ્યુબેલી,રેલ્વે જંકશન રોડ,રામનાથ પરા. રૂૂ.43,350/ -મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ,જિવરાજ પાર્ક,સંતાકબીર રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂૂ.33,500/- વહિવટી ચાર્જ તે આડો પેડક રોડ,આજીડેમ બિપીન રાવત અંડર બ્રિજ,ઢેબર રોડ, ટાગોર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો 110 બોર્ડ- બેનર તે સંતકબીર રોડ,આડો પેડક રોડ,આજી ડેમ ચોકડી, રેસકોર્ષ,કેનાલ રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.