રાજકોટનો વિદ્યાર્થી બોર્ડમાં પહેલો

રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા : જિલ્લામાં એ-1 ગ્રેડ 843 છાત્રોએ મેળવ્યો

રાજકોટ તા. 25
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની લેવાયેલ પરિક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાનું 72.74 ટકા પરિણામ આવ્યું હતું. તેમાં 843 વિદ્યાર્થીઓએ એ+ ગ્રેડ અને 4329 છાત્રોએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 13 શાળાનું શુન્ય પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના 38849 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. તેમાંથી 38729 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી તેમાં જિલ્લાનું 72.74 ટકા પરિણામ આવ્યું હતું. તેમાં સૌથી વધારે માલવિયા નગર કેન્દ્રનું 89.22 ટકા અને સૌથી નીચું અમરનગર કેન્દ્રનું 37.23 ટકા પરિણામ આવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાયાવદર કેન્દ્રનું 58.17 ટકા, ધોરાજીનું 73.96 ટકા, ગોંડલનું 72.03 ટકા, જેતપુરનું 68.94 ટકા, લક્ષ્મીનગરનું 81.68 ટકા, રેસકોર્સનું 74.36 ટકા, કરણપરાનું 60.78 કા, ઉપલેટાનું 57.91 ટકા, રણછોડનગરનું 75.05 ટકા, જામ કંડોરણાનું 50.73 ટકા, દેરડી કુંભાજીનું 73.08 ટકા, પડધરીનું 69.08 ટકા, વિંછિયાનું 56.41 ટકા, આટકોટનું 81.23 ટકા, ખામટાનું 78.54 ટકા, વિરપુરનું 68.79 ટકા, કોટેચા નગરનું 71.68 ટકા, વૈશાલીનગરનું 87.79 ટકા, પોપટપરાનું 72.97 ટકા, ચાંદલીનું 58.30 ટકા, બજરંગવાડીનું 68.84 ટકા, નવા થોરાળાનું 65.94 ટકા, કસ્તુરબા ધામનું 65.15 ટકા, અબારડીનું 62.42 ટકા, ભાડલાનું59.14 ટકા, કોટડા સાંગાણીનું 72.06 ટકા, કુવાડવાનું 62.18 ટકા, મોટી પાનેલીનું 39.16 ટકા, ધ્રાંગધ્રાનું 85.84 ટકા, રૂપાવટીનું 86.97 ટકા, મોવૈયાનું 71.68 ટકા, સરધારનું 68.90 ટકા અને મોઢુકાનું 50.65 ટકા પરિણામ આવ્યું છે.
વધુમાં ડિઈઓએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 843 છાત્રોએ એ- 1 ગ્રેડ, 4329એ એ-2 ગ્રેડ, 6420એ બી-1, 7708એ બી-2 ગ્રેડ, 6554એ સી-1, 2235એ સી-2 ગ્રેડ, 84એ ઓ ગ્રેડ, 6496એ ઈ-1, 4060 છાત્રોએ ઈ-2 ગ્રેડ મળવ્યો હોય જ્યારે 28173 જેટલા છાત્રો ચડાવ પાસ થયા હતા. તેમજ રાજકોટ જિલ્લામાં 13 શાળાઓ એવી છે જેનું શુન્ય પરિણામ આવ્યું છે. જ્યારે 29 શાળાનું 100 ટકા અને 53 શાળાનું 30 ટકા જેટલું પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા 0.12 ટકા પરિણામ ઓછું આવ્યું છે.
મારા પિતાએ મકાન ભાડે રાખી મને ભણાવ્યો: રુદ્ર ગામી
આજે ગુજરાત માધ્યમિક બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાનું 72.74 ટકા પરિણામ જાહેર થયું છે. દર વખતની જેમ આ વખતે પણ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો છે. રુદ્ર ગામીએ બોર્ડમાં 99.99 ઙછ સાથે ડંકો વગાડ્યો છે. રુદ્રના પિતા રાજકોટમાં નોકરી કરે છે અને સાથે સાથે ગામડામાં ખેતી કામ પણ કરે છે. રુદ્રએ જણાવ્યું હતું કે, ખૂબ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતી કામ કરતા હોવા છતાં મારા અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખી રહેતા હતા. સાથે જ શાળા દ્વારા પણ મારી આર્થિક પરિસ્થિતિ ધ્યાને રાખી મને વિના મૂલ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. મેં શરૂૂઆતથી જ ખૂબ મહેનત કરી હતી. જેમાં શાળાના સમય ઉપરાંત ઘરે પણ સતત વાંચતો હતો. જ્યારે મુશ્ર્કેલી પડી ત્યારે શાળાના શિક્ષકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. જેના કારણે આજે મને સફળતા મળી છે. આગળ ઈંઈંઝમાં અભ્યાસ કરીને એન્જિનિયરિંગ બનવાની ઈચ્છા છે અને અત્યાર સુધી મને મારા પિતાએ અને પરિવારે પણ સપોર્ટ કર્યો છે અને આગામી દિવસોમાં પણ આવી જ સફળતા મેળવતો રહેશે તો હું ખૂબ જ સફળતાના શીરો કરતો રહીશ. રુદ્રના પિતા જીતેન્દ્રભાઈ ગામીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું
અને ખેતી કામ કરું છું અને રાજકોટમાં ખાનગી ઓફિસમાં નોકરી કરું છું. આજે મારો દીકરો 99.99 પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવ્યો છે. હું આજે ખૂબ જ ખુશ છું. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ખાતે તેમના પિતા ખેતી કામ કરતા અને રાજકોટ ખાતે ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરાવવા આવેલા રુદ્ર ગામીએ ધોરણ 10માં 99.99 પીઆર અને 96.66 ટકા મેળવી પોતાના માતા-પિતા અને શાળા સહિત સમગ્ર રાજકોટનું નામ રોશન કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ