રાજકોટમાં સતાના મદ-મદીરામાં ભાન ભૂલેલા ભાાજપ મંત્રી સામે આર્મ્સએકટ-પ્રોહીબીશનનો ગુનો

સામા પક્ષ્ો હુમલો કરનાર સાત સામે વળતી ફરીયાદ રાયોટીંગ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી

રાજકોટ તા.8
રાજકોટમાં મુખ્યમંત્રીની મુલાકાત ટાણે જ યુવા ભાજપ મંત્રી સતાના મદમાં આવી જઇ નાશાખોર હાલતમાં સુલભ શૌચાલય વહેલુ બંધ કરવા બાબતે માથાકુટ કરી બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પૂવર કોર્પોરેટર દંપતિના પુત્રની ધરપકડ કરી રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રીની નંબર પ્લેટ વગરની કાર અને પરવાનાવાળુ હથિયાર કબજે લઇ વિશેષ પુછપરછ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રીંગરોડ કિશાન ગૌશાળા પાસે રહેતા અને સોરઠીયાવાડી સર્કલ પાસે ડિલકસ પાનની દુકાન ધરાવતા વનરાજભાઇ ભીખુભાઇ ચાવડા (ઉ.32) આહીર યુવાને ભકિતનગન પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે માસ્તર સોસાયટીમાં રહેતા કરણ રાજુભાઇ સોરઠીયાનું
નામ આપ્યું છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી સોરઠીયાવાડી સર્કલ પાસે ડિલક્ષ પાન નામની દુકાન ધરાવે છે અને ગઇકાલે રાતે સવા નવેક વાગ્યે ફરીયાદી અને તેના બનેવી નિવૃત આર્મીમેન દેવરાજભાઇ સોનારા પાનની દુકાને બેઠા હતા. આ વખતે રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી લખેલી નંબર પ્લેટ વગરની કાર પાનની દુકાન પાસે આવેલ સુલભ શૌચાલય પાસે ઉભી રહી હતી અને સુલભ શૌચાલયનું સંચાલન કરતા પરપ્રાંતીય શખ્સને આ યુરીનલ મારા બાપે બનાવડાવ્યું છે કેમ વહેલુ બંધ કરી દે છે તેમ કહી તેની સાથે કાર ચાલક ઝઘડો કરી રહ્યો હતો. કારચાલક અને પરપ્રાંતીય શખ્સ વચ્ચે ચાલી રહેલી માથાકુટમાં ફરીયાદી અને તેનો બનેવી નિવૃત આર્મીમેન વચ્ચે પડી ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભાજપના યુવા આગેવાને પોતાની પાસે રહેલ પરવાનાવાળી રિવોલ્વર કાઢી સતાના મદમાં આવી જઇ સીન જમાવવા સાળા-બનેવી પર બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ સોરઠીયા અને કિરણબેન સોરઠીયાનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે અને એક ધારાસભ્યની ભલામણથી કરણ સોરઠીયાને પરવાનો પોલીસ કમીશ્નર તરફથી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કરણ સોરઠીયાએ દારૂના નશામાં ભડાકા કર્યા હોવાનો અભિપ્રાય આવતા પોલીસે તેની સામે પ્રોહીબીસન ભંગનો અલગથી ગુનો નોંધ્યો છે.ભકિતનગર સર્કલ પાસે સુલભ શૌચાલય વહેલુ બંધ કરવા બાબતે માથાકુટ થતા રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી કરણ રાજુભાઇ સોરઠીયાએ સાળાબને વી પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા જે ગુનામાં તેની ધરપકડ થયા બાદ પોલીસની પુછપરછમાં કરણ સોરઠીયા પર ડિલકસ પાન ધરાવતા વનરાજ ચાવડા તેના બનેવી નિવૃત આર્મીમેન દેવરાજભાઇ સોનારા અને ધવલ સહીત સાત શખ્સોએ દારૂના નશામાં રહેલા યુવા ભાજપ મંત્રી પર હુમલો કરી માર માર્યાની વળતી ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટનો ગુનો નોંધી હુમલાખોરોની અટકાયત કરી છે.

રિલેટેડ ન્યૂઝ