અમદાવાદથી તાલાલા ગીરમાં ગાંજાનો વેપલો કરવા આવતો શખ્સ ઝડપાયો

1800 ગ્રામ ગાંજો,3 મોબાઇલ, રોકડ અને રિક્ષા મળી 83 હજારનો મુદામાલ જપ્ત

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.8
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી 1800 ગ્રામ ગાંજા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા ગાંજાનું પગેરું
અમદાવાદ સુધી નિકળ્યા બાદ સલાટનગરમાં રહેતી તનામચીન મહમંદ અબ્દુલ લતીફની પત્નીની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગીર સોમનાથ તાલાલામાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અરવિંદસિંહ જાડેજાને મળેલી બાતમીના આદારે રૂા. 18,000ની કિંમતના 1800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સલીમ ઉર્ફે મેરૂભાઈ કાસમભાઈ દલ (ઉ.વ.46) અને સતાર મહમંદભાઈ દોમાન (ઉ.વ.46)ની ધરપકડ કરી રીક્ષા કબ્જે કરી હતી. પોલીસની પુછપરછમાં બંને આરોપી ગાંજાનો જથ્થો અમદાવાદના સલાટનગરમાં રહેતી મદિનાબીબી મહમંદ અબ્દુલ લતીફ શેખે વેચાણ માટે મોકલાવ્યો હોવાનું બહાર આવતા એસ.ઓ.જી. પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી જાણ કરતા
સલાટનગરમાં રહેતી મદીના બીબીની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મદિનાબીબીનો પતિ અહમદ અબ્દુલ લતીફ શેખ નમચીન હોવાનું અને તેના અવસાન બાદ તેની પત્નીએ ડ્રગ્સનો ધંધો સંભાળ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આરોપી મહિલા સામે અમદાવાદમાં પણ બે નાર્કોટિક્સના ગુના નોંધાયા છે. આ કામગીરી એસ.ઓ.જી ઈન્ચાર્જ પો.ઈન્સ. એ.બી. જાડેજા તથા એલઆઈબી પોલીસ ઈન્સ એસ.પી. ગોહિલ, એએસઆઈ લખમણભાઈ ડીમેતા તથા કેતનભાઈ પી જાદવ તથા નરવણસિંહ કે. ગોહિલ તથા ઈબ્રાહીમશાહ, બી. બાનવા તથા ગોવિંદભાઈ બી. વંશ તથા વિજયભાઈ બોરખતરિયા તથા પો. હેડ કોન્સ. સુભાષભાઈ પી ચાવડા તથા કમલેશભાઈ જે પીઠીયા તથા વિપુલસિંહ મોરી તથા શાંતિલાલ સોલંકી તથા વુ. પો. હેડ કોન્સ. અસ્મીતાબેન ચાવડા તથા પો.કોન્સ. મેહુલસિંહ પી પરમાર તથા ડ્રા.એએસઆઈ નારણભાઈ ચાવડા તથા ડ્રા. પો.હેડ કોન્સ. પ્રકાશભાઈ ભીમાભાઈ સોલંકીએ સહિતના એસઓજી સ્ટાફે કરી હતી.

રિલેટેડ ન્યૂઝ