ત્રીપૂટીની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી, ઘટના રીહર્સલ ઓળખ પરેડ કરાવાશે
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.8
રાજકોટના પોશ ગણાતા ઈન્દિરા સર્કળ પાસે આવેલ કોહીનુર એપાર્ટમેન્ટ બિલ્ડર પરિવારને બંધક બનાવી 15.25 લાખની લુંટ ચલાવી નાશી છૂટેલ પ્રેમી યુગલ સહિત ત્રણ શખ્સોની જુનાગઢ ધર્મશાળામાંથી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતા ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. પડકારરૂપ લુંટની ઘટનાનો ક્રાઈમ બ્રાંચે 36 કલાકમાં ભેદ ઉકેલી નાખ્યા બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. જેના ગત તા. 5-6-23ના બપોરે કોહીનુર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. 301માં રહેતા બિલ્ડર રાજેન્દ્રભાઈ અનડકટના પત્ની ઉર્વશીબેન (ઉ.વ.63) અને પુત્ર અસીમને બંધક બનાવી ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી શુસીલ અને અજાણ્યા શખ્સે રૂા. 3 લાખ રોકડા, 300 ગ્રામ સોનાના દાગીના અને મોબાઈલ ફોન મળી 15.25 લાખની લુંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે નેપાળી ગંગનું પગેરુ દબાવી જુનાગઢ તળેટીમાં આવેલ ધર્મશાળામાં છુપાવેલ નેપાળી ગેંગના શુશીલાબેન ઉર્ફે રમા ઉર્ફે મીના નરેન્દ્રશાહી (ઉ.વ.19) તેનો પ્રેમી પવન પ્રકાશ પદમ શાહી (ઉ.વ.38) અને નેત્ર પદમ શાહી (ઉ.વ.43)ની ધરપકડ કરી 2,20,400ની રોકડ, 300 ગ્રામ સોનાના દાગીના અને ત્રણ મોબાઈલ ફોન મળી 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની આકરી પુછપરછમાં નેપાળ રહેતા સુશીલા ઉર્ફે રમા અને પવન પ્રકાશ એક વર્ષ પહેલા ફેસબુક મારફત પરીચયમાં આવ્યા બાદ બંને વચ્ચેપ્રેમ સબંધ પાંગર્યો હતો. અને ચાર માસ પહેલા પરણીત પવન પ્રકાશ અને સુશીલા નેપાળથી ભાગીને મથુરા આવ્યા હતા. ત્યાં ે માસ રોકાયા બાદ બન્ને રાજકોટ આવ્યા હતા. અને નેપાળી મારફત વૈશાલી નગરમાં મફાભાઈ ભરવાડની ઓરડી ભાડે રાખી હતી. ત્યાર બાદ સુશીલાએ કોહીનુર એપાર્ટમેન્ટના નેપાળી ચોકિદાર મારફતે લોહાણા પરિવારના ઘરે 6000 માસીકના પગારે ઘરકામ રાખ્યું હતું જો કે, સુશીલા કે તેના પ્રેમીએ ઓરડી ભાડે રાખી કે કામે રહ્યા ત્યા કોઈ પણ સ્થળે પોતાના ઓરીજનલ ઓળખ કાર્ડ આપ્યા નહોતા અને પોતાની આઈડેન્ટીટી છુપાવી હતી. 10 દિવસ પહેલા સુશીલાને લોહાણા પરિવાર પોતાના ઘરે 24 કલાક કામે રહેવા કહ્યું હતું પરંતુ પગારમાં કોઈ વધારો કર્યો નહોતો બીજી બાજુ સુશીલા 24 કલાક ઘરે રહેતી હોય રોકડ અને દાગીના ક્યાં ક્યાં રાખવામાં આવે છે. તેની માહિતી ભેગી કર્યા બાદ પોતાના પ્રેમી પવન પ્રકાશને લુંટ કરવાની વાત કરી હતી.પવન પ્રકાશે લુંટને અંજામ ાપવા 4 દિવસ પહેલા બેંગ્લોર રહેતા પોતાના મિત્ર નેત્ર પદમ શાહીને રાજકોટ તેડાવ્યો હતો અને નેત્રને માનસીક બિમારી હોય જેમાં સારવાર માટે ઘેનની ટીકડી લેતો હોય જે 8 ટીકડી સુશીલાને આપી હતી.પ્લાન મુજબ સુસીલાએ દુધમાં ટીકડી ભેળવી દીધી હતી જે દૂધ પીધા બાદ અસીમભાઈને ઘેન ચડતા તેઓ સુઈ ગયા હતા ત્યારે ઉર્વશીબેને દૂધ પીધું ન હોય તેમને અસર થઈ નહોતી અને નેપાળી યુગલ લુંટ કરતી હતી ત્યારે ઉવર્શીને દુધ પીધું ન હોય તેમને અસર થઈ નહોતી અને નેપાળી યુગલ લુંટ કરતી હતી ત્યારે ઉવર્શીબેન જાગી જતા તેમને બંધક બનાવી દીધા હતા. દીલધડક લુંટના ગણતરીના કલાકોમાં પકડાયેલી નેપાળી ગેંગની ઓળખ પરેડ કરાવવા તેમજ ઘટનાનું રિકંટ્રક્સન કરાવવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. અને તેના માટે આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.