રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલા લાખાજીરાજ ઉદ્યોગનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે અડધો ડઝન પતા પ્રેમીને ઝડપી લઇ રૂ.72,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલા લાખાજીરાજ ઉદ્યોગનગરમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકની ટીમે દરોડો પાડ્યો હતો દરોડા દરમ્યાન જુગાર રમતા રણછોડ હકાભાઇ અલગોતર, ગુલામહુસેન અમજદભાઈ પઠાણ, કિશન રઘુભાઈ માલકીયા, પ્રવીણ કિશોરભાઈ માનસુરીયા, રિયાઝ નબીઅહમદ રાહીની અને જયદેવભાઈ દામજીભાઈ મેવાડાને ઝડપી લીધા હતા પોલીસે જુગારના પટમાં રહેલ રૂ.17,200 ની રોકડ અને ચાર મોબાઈલ મળી રૂ.72,200 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.