ચારેય સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ નોંધાતો ગુનો: પોલીસ તપાસનો ધમધમાટ
રાજકોટમાં રહેતા વેપારીએ પોતાની વિજય પ્લોટમાં રહેલી દુકાન ભાડે આપી હતી અને ભાડુઆતના મૃત્યુ બાદ તેના પરિવારે દુકાન પર કબજો કરી લીધાની મહિલા સહિત ચાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ઉપર આવેલા વિજય પ્લોટમાં રહેતા અને ઓટો ગેરેજનું કામ કરતા ચંદ્રમણી પૃથ્વીરાજ જોષી નામના વેપારીએ ગોંડલ રોડ ઉપર આવેલી લોધેશ્વર સોસાયટીમાં રહેતા લીલાબેન ઉર્ફે નર્મદાબેન ઉર્ફે નીલાબેન ચુનીલાલભાઈ જરીયા તેની પુત્રી સપનાબેન ચુનીલાલભાઈ જરીયા અને ખુશ્બુ ચુનીલાલ જરીયા તેમજ નરેશ શામજીભાઈ જરીયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે અને ચંદ્રમણી જોષીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની લોધાવાડ વિજય પ્લોટમાં આવેલી દુકાન લીલાબેન ઉર્ફે નર્મદાબેન ઉર્ફે નીલાબેન જરીયાના પતિ ચુનીલાલ જરીયાને ભાડે આપી હતી અને તેઓ કૈલાશ એન્જિન વર્કના નામથી ધંધો કરતા હતા જે દરમિયાન ચુનીભાઇ ઝરીયાનું મૃત્યુ નીપજતા તેમના ભાઈ મુકેશભાઈ જરીયા આ દુકાન ચલાવતા હતા અને તેઓનું પણ અવસાન થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી લીલાબેન ઉર્ફે નર્મદાબેન ઉર્ફે નીલુબેન જરીયા પોતાની બંને પુત્રી અને નરેશ જરીયા સાથે મળી દુકાન ઉપર કબજો જમાવી લીધો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસનો દર લંબાવ્યો છે.