રકતદાન કેમ્પ ફોટો સેશન માત્ર બન્યો તળાજામાં વડાપ્રધાનના જન્મદિને રકતદાન કેમ્પનો ફિયાસ્કો


ભાજપના કાર્યકર્તા આવ્યા પણ બ્લ ડોનેટ ન કર્યું!


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મ દિવસ નિમિતે તળાજા ખાતે તળાજા તાલુકા અનુ જાતિ/અનુ જનજાતિ પ્રા.શિ ઉત્કર્ષ મંડળના પ્રમુખ અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક (ભાવનગર) મહેશભાઈ પરમાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવામાં આવેલ. ખરક સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પ સ્થળપર ભાજપ સહિત અનેક અગ્રણીઓ, વ્યક્તિ વિશેષ આવેલ ખરા પરંતુ માત્ર ફોટો સેશન કરવા આવ્યા હોય તેવો સિનારિયો ઘડાયો.
આયોજક કર્તા મહેશભાઈ એ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન ના જન્મ દિવસે મોટી સંખ્યામાં રક્તદાન થાય તે માટે વિવિધ માધ્યમ થી પ્રચાર કરવા છતાંય
માત્ર 16 બોટલ રક્ત એકત્રિત થયું હતું.
ઉલ્લેખનીય છેકે તળાજા ખાતે ભૂતકાળમાં અનેક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા છે જેમાંઆજના કેમ્પ મા સૌથી ઓછું લોહીનું દાન મળ્યું હતું.તેમ છતાંય આયોજક દ્વારા મોકલાવાયેલ અખબારી યાદીમાં ભવ્ય રક્તદાન કેમ્પ શબ્દ વાપર્યો હતો!

રિલેટેડ ન્યૂઝ