જામનગર જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2023 ધ્રોલમાં યોજાયો

ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયના બાળકોનું નાટક જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા: બેસ્ટ ડ્રામા બેસ્ટ એકટર એકટ્રેસ, બેસ્ટ ડિરેકટર, સ્ક્રીપ્ટ રાઈટરના એવોર્ડ વિજેતાઓને અપાયા

ગુજકોસ્ટ-ગાંધીનગરના આર્થિક સહયોગથી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ તથા ડી.ઈ.ઑ. કચેરી, ડી.પી.ઈ.ઑ. કચેરી અને ન.પ્રા.શી.સ જામનગરના તેમજ શ્રીમતી ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલય-ધ્રોલના સયુંકત ઉપક્રમે બાળકો પોતાની અંદર રહેલા વિજ્ઞાન કૌશલ્યોને નાટક સ્વરૂપે રજુ કરે તેમજ સમાજમાં વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતાં થાય તે ઉદ્દેશથી આ વર્ષની મુખ્ય થીમ માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર જિલ્લા કક્ષાના નેશનલ ડ્રામા ફેસ્ટીવલ-2023નું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમનું ઉદઘાટન કાર્યક્રમના અધ્યક્ષશ્રી રાઘવજીભાઈ પટેલ (કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, આર.એચ. આર.ડી., કેબિનેટ મંત્રી- ગુજરાત સરકાર) તથા ઉદઘાટક જામનગર જિલ્લા શિક્ષણાઅધિકારી મધુબેન ભટ્ટ તેમજ અતિથિ વિશેષ શ્રી એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ-ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષણ સંધના પ્રમુખ તેમજ ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ મહેશભાઈ મુંગરા, ગાર્ડિ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-ધ્રોલના પ્રિન્સિપાલ તેમજ લેઉવા પટેલ સમાજ-ધ્રોલના વાઇસ ચેરમેન ડો.વિજયભાઈ સોજીત્રા, શ્રીમતી ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલય-ધ્રોલના વ્યવસ્થાપક વિજયભાઈ મુંગરા અને પ્રિન્સિપાલ ડો.પ્રવિણાબેન તારપરા તેમજ કાર્યક્રમના નિર્ણાયકઑ દ્વારા કરવામાં આવેલ.
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલની મુખ્ય થીમ : માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત પેટા થીમ (1) મિલેટ્સ – સુપરફૂડ, (2) ખાદ્ય સુરક્ષા, (3) રોજિંદા જીવનમાં આધુનિક ટેક્નોલોજી, (4) આરોગ્ય સંભાળમાં વર્તમાન પ્રગતિઓ, (5) સમાજમાં અંધશ્રદ્ધા વિષયો પર 28 જેટલા નાટકો રજુ થયેલ. જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષામાં સમાજમાં અંધશ્રધ્ધા દુર કરવી, મિલેટ ક્રાંતિ, સ્વાસ્થ્યમાં આધુનીકરણ, આજની જીવનશૈલી, વ્યસન મુક્તિ વગેરે જેવા નાટકો બાળકો દ્વારા ખુબ સારી રીતે રજુ કરવામાં આવેલ. જેમાં ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય-જામનગરના બાળકોએ ભારતનું ઘન : શ્રીઅન્ન નાટક ખુબ સારી રીતે રજુ કરી જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર, આર.એલ.છાત્રોલા શિશુ મંદિર-જામનગરના બાળકોએ આરોગ્ય સંભાળમાં વર્તમાન પ્રગતિઓ-સમતોલ આહાર નાટક રજૂ કરી બીજો નંબર, પી.વી.મોદી સ્કૂલ અંગ્રેજી માધ્યમ-જામનગરના બાળકોએ બબોટ નાટક રજૂ કરી ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ. તમામ નાટકોને પુરતો ન્યાય મળી રહે એ માટે નિર્ણાયકશ્રી તરીકે આકાશવાણીમાં કાર્યકારી ઉદઘોષક તેમજ રાજકોટ ઝોનકક્ષાના જી.ટી.યુ. યુવક મહોત્સવના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે અને ગુજરાતી ફિલ્મો તેમજ વેબ સીરીઝમાં કાર્યરત એવા ‘ચેતશભાઈ ઓઝા’ સાથે 49 જેટલા નાટકોમાં કલાક્ષેત્રે યોગદાન ધરાવતા – શિવમ ફાઉન્ડેશન-રાજકોટના પ્રમુખ ગૌતમભાઈ દવે દ્વારા ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા પૂરી પાડવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ