શુક્રવારે ઈદ-એ-મિલાદ: ભાઈચારાની ભાવનાથી મુસ્લિમ બિરાદરો દ્વારા કરાશે ઉજવણી

બે લાખ મુસ્લિમ બિરાદરો એક હજાર વાહનો-ફલોટસ સાથે જુલુસમાં જોડાશે: મોટી રાત નિમિતે મસ્જિદોમાં ખાસ મુબારક દીદાર: જ્ઞાતિ આગેવાનો, ધાર્મિક વડાઓ ઉજવણીમાં થશે સામેલ

રાજકોટ શહેર યૌમુન્નબી કમીટીના જણાવ્યા મુજબ ઈસ્લામ ધર્મના સ્થાપક અને રહેમતુલ્લલીલ આલમીન જેમણે સમગ્ર વિશ્ર્વને શાંતિ, એકતા, ભાઈચારાની ભાવનાનો સંદેશો આપ્યો તે શાંતિદુત ઈસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મહંમદ પૈયગમ્બર (સલલ્લાહો અલેહે વસ્લલમ)ના વિલાદત પર્વ ઈદ-એ-મિલાદને દુનિયાભરના મુસ્લિમો શ્રધ્ધાપુર્વક ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદએમિલાદની શાનદાર ઉજવણી રાજકોટ શહેરમાં શાંતિ, અમન, ભાઈચારાની ભાવનાથી કરવામાં આવનાર છે ત્યારે શહેરમાં રામનાથપરા ગરૂડ ચોક અને સદર વિસ્તારમાંથી એમ બે મુખ્ય જુલુસો નીકળશે. આ ઉપરાંત અન્ય વિસ્તારના નાના-નાના જુલુસો પણ નીકળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.27/09/2023, બુધવારની મોટી રાત કહેવાય છે. બુધવારે શહેરની તમામ મસ્જિદો, મુસ્લિમ સમાજના ઘરો અને મહોલ્લા શાનદાર રોશનીથી શણગાર કરવામાં આવે છે. બુધવારે આખી રાત શહેરની 42 જેટલી મસ્જિદોમાં મોટી રાતની નમાજો અદા કરવામાં આવશે. આ ઉપરાંત જેનું સૌથી વધુ મહત્વ છે તે હુઝુરના બાલ મુબારકના દિદાર પણ ઘણી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો કરશે અને વહેલી સવારે સલાતો સલામ બાદ ફઝરની નમાજ અદા કરવામાં આવશે. ત્યારબાદ મુસ્લિમોના પવિત્ર આકા મહાન પદ્મદર્શક તાજદારે મદીના આકાએ નામદાર મહંમદ મુસ્તફા સલલ્લાહો અલહે વસ્ટલમ ના વિલાદત પર્વના મુબારક વધામણા કરાશે. આ ઉપરાંત જુલુસના આગલા દિવસે ગુરૂવાર તા.28/09/2023 ના સવારે યૌમુન્નબી કમીટી ધ્વારા સેવાકીય કાર્યોની મહેક પ્રસરાવવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફુટ વિતરણ, મંદબુધ્ધિના બાળકીઓને ભોજન, સદભાવના વૃધ્ધાવસ્થામાં ભોજન, ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ થયેલા નાના નાના ભુલકાઓને રમકડા વિતરણ, અબોલ પશુઓને ઘાસચારો વગેરે જેવા કાર્યો કરી મુસ્લિમ સમાજ ધ્વારા માનવતાની જયોત પ્રગટાવવામાં આવશે.
રસુલપરા કોઠારિયા સોલ્વન્ટ
શુક્રવાર તા. 29ના બપોરના 2:00 કલાકે જુલુસ નીકળશે. જેમા શહેરી વિસ્તારમાં મુસ્લિમોના પવિત્ર આકા અને મહાન પથદર્શકના જન્મદિનને વધામણા કરવા યૌમુન્નબી કમીટીના ઉપક્રમે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક ફલોટસ ટ્રક, મોટરકાર, રીક્ષા, મોટરસાયકલ સહિતના વિવિધ વાહનોમાં શુક્રવારે બપોર બાદ 2:00 કલાકે દુધની ડેરી, જંગલેશ્ર્વર, બાપુનગર, બાબરીયા કોલોની, ગોકુલનગર, થોરાળા વિસ્તાર, ભગવતીપરા, ગંજીવાડા, માજોઠીનગર, રામનાથપરા, ઘાંચીવાડ વગેરે વિસ્તારનું જુલુસ રામનાથપરા ગરૂૂડ ચોક ખાતે પહોંચશે. ત્યાથી કોઠારીયા નાકા, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાપુના બાવલા પાસે થઈ ઢેબર ચોકમાં પહોંચશે. જયાથી સદર વિસ્તારના રૈયા ગામ નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, ભીસ્તીવાડ, પોપટપરા, મોચી બજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, સદર વિસ્તાર, રૂખડીયા કોલોની વગેરે વિસ્તારનું જુલુસ ફુલછાબ ચોકમાં ભેગા થઈને સદર બજાર, હરિહર ચોક, જયુબેલી ચોક, એસ.બી.એસ. ચોકથી ત્રિકોણબાગ થઈને શહેરી વિસ્તારના જુલુસમાં સામેલ થઈ ઢેબર રોડ વનવે, નાગરિક બેંકચોક, હોસ્પિટલ ચોક થઈને હઝરત ગેબનશા પીરની દરગાહ ખાતે રાત્રે સલાતો સલામ સાથે વિસર્જન થશે.
હનુમાન મઢી, ભોમેશ્ર્વર, ઘંટેશ્ર્વર, પરાપીપલિયા મુસ્લિમ લેન
શુક્રવારે બપોરે 2:00 કલાકે એ જ સમયે બીજુ જુલુસ થૈયા નુરાનીપરા, નહેરૂૂનગર, લક્ષ્મીનગર, બજરંગવાડી, પોલીસ હેડકવાર્ટર, પોપટપરા,ભીસ્તીવાડ, નાણાવટી ચોક, મોચીબજાર અને સદર વિસ્તારના જુલુસ ફુલછાબ ચોકમાં ભેગા થઈ સદર જામ-એ-મસ્જિદના પેશમામ હાફીઝ હાજી અકરમ સાહેબની છઊ: તથા સૈયદ હાજી મહેબુબ બાપુ કાદરી (રઝા મસ્જિદ) શબીર રઝા સાહેબની આગેવાની હેઠળ નીકળશે તેમજ સદર વિસ્તારના જુલુસ ફુલછાબ ચોકમાં એકત્રિત થશે અને ત્યાથી હજારો માણસો સાથે 400થી 500 વાહનો સાથેનું જુલુસ શરૂ થશે. ફુલછાબ ચોકથી શરૂૂ થનાર આ જુલુસ સદર બજાર, હરિહર ચોક, જયુબીલી ચોક, એસબીએસ ચોક, ઢેબર ચોક વનવે, નાગરિક બેંક ચોક, શાક માર્કેટ રોડ, હોસ્પિટલ ચોક થઈને જામટાવર પાસેથી વણાંક લઈ કલેકટ2 બંગલા પાસેથી જુના રૂટ મુજબ હઝરત ગેબનશાપીર દરગાહ ખાતે સલાનો સલામ સાથે રાત્રિના વિસર્જન થશે. શહેરમાં ઝુલુસ દરમ્યાન વિવિધ સ્થળોએ હિન્દુમુિ સ્લમ સંસ્થાઓધ્વારા જઝુલુસનું શાનદાર સ્વાગત પણ કરવામા આવનાર છે.
તો ઉપરોકત ઝુલુસમાં મુસ્લિમ બિરાદારો શુક્રવારે બપોરબાદ પોતાના ધંધા રોજગાર બંધ કરી ઉત્સાહભેર ઝુલુસમાં જોડાઈને હુઝુરની આન-બાન અને શાનમાં વધારો થાય તે માટે ઉમટી પડવા મુસ્લિમ અગ્રણીઓએ અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ