મનપા ફુડ વિભાગની ઝુંબેશ: શિખંડમાં સિન્થેટિક કલર નિકળતા કાર્યવાહી કરાઇ

12 કિલો વાસી મંચૂરિયન ગ્રેવીનો નાશ: પાંચ ધંધાર્થીને લાઇસન્સ અંગે નોટીસ અપાઇ

ફૂડ વિભાગ દ્વારા હાલ ગણેશોત્સવ દરમિયાન સૌથી વધુ વેચાતા મોદક અને મોતીચુરના લાડુ ઉપર ધોસ બોલાવી સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. અને સાત સ્થળેથી સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. જ્યારે આગઉ લેવામાં આવેલ શિખંડમાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલતા ડેરી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામા આવી છે.
તેવી જ રીતે અલગ અલગ ખાણી પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ
હાથ ધરતા 12 કિલો વાસી મનચુરિયાન ગ્રેવી સંભારો સહિતનાનો નાશ કરી
પાંચ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી. ફૂડ વિભાગ દ્વારા મહેશભાઇ શિવલાલ મોલીયાની માલિકી પેઢી જે.જે. સ્વીટ્સ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી, બારદાન ગલી, ફાટકની બાજુમાં, મોરબી રોડ, રાજકોટ મુકામેથી જગદીશભાઇ દામજીભાઇ ગરસંદિયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ રાજભોગ શિખંડ (લુઝ)નો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લૂ ઋઈઋ ની હાજરી
હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વિશાલ ચાઇનીઝ પંજાબી સ્થળ:- મિલન કોમ્પેલેક્ષ, લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામ, રાજકોટની તપાસ કરતાં 4 કિ.ગ્રા. મંચુરિયન, 4 કિ.ગ્રા. ગ્રેવી, 2 કિ.ગ્રા. સંભારો, 2 કિ.ગ્રા. બાંધેલો લોટ મળીને અંદાજીત કુલ 12 કી.ગ્રા. વાસી અખાધ્ય ચીજોનો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના જુલેલાલ મંદિર વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ફૂડ વિભાગ દ્વારા શહેરના જુલેલાલ મંદિર વિસ્તારમાં આવેલ (01)જેલી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)બાબા પાન કોલ્ડ્રિંક્સ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ભવાની જનરલ સ્ટોર્સ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)દાવત કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)રામ દુગ્ધાલય -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (06)સુનીલ જનરલ સ્ટોર્સ (07)ગણેશ સુપર માર્ટ (08)જલારામ બકેરી (09)પટેલ ડેરી ફાર્મ (10)પ્રજાપતિ ફરસાણ (11)સીતારામ ડેરી ફાર્મ (12)મહાવીર ફરસાણ (13)ગુરુનાનક સોડા શોપ (14)શ્રી અંબિકા જનરલ સ્ટોર્સ (15)ગજાનંદ ડેરી ફાર્મ (16)સુંદરમ કોલ્ડ્રિંક્સ (17)શિવાંશ કોલ્ડ્રિંક્સ (18)શક્તિ કોલ્ડ્રિંક્સ (19)શિવશક્તિ આઇસ્ક્રીમ (20) હરીઓમ સેલ્સ એજન્સીની ચકાસણી કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ