એચ.આઇ.વી.એઇડ્સ સાથે જીવતા લોકોના સંગઠ્ઠન દ્વારા બહુમાન
આર.ડી.એન.પી પ્લસ રાજકોટ, એ રાજકોટ જિલ્લામાં એચ.આઈ.વી./એઈડસ સાથે જીવતા લોકોનુ સંગઠન છે. જેનો મુખ્ય હેતુ જિલ્લામાં એચઆઈવી/ એઈડસ સાથે જીવતા લોકો માટે એક એવું સક્ષમ વાતાવરણ, સંભાળ અને દવાઓ મળે તેમજ તેમના માનવ અધિકારોનું રક્ષણ થાય તે છે. આ તકે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આર.ડી.એન.પી.પ્લસ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લામાં, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવનિયુકત મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી જૈમનભાઈ ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનું આર.ડી.એન.પી.પ્લસ સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચેતનાબેન ગોહેલ, તેમજ બોર્ડ મેમ્બર મનીષાબેન રંગાણી દ્વારા અભિનંદન પત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા આ પ્રસંગે સંસ્થાની કામગીરીની માહિતી પ્રમુખ જગદીશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. સંસ્થાના પોઝીટીવ સમુદાયને લગતા વિવિધ પ્રશ્ર્નોને લગતી રજૂઆત કરવામાં આવેલ. આ તમામ હોદ્દેદારો દ્વારા એચઆઈવી પોઝીટીવ લોકો પ્રત્યેની સંસ્થાની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી હતી.