મનપા દ્વારા સાર્વજનિક પ્લોટ પર ખડકાયેલા 27 ઝુપડા-મકાનનું ડિમોલીશન

નાના મવા અને મવડીના બે પ્લોટની રૂા. 7.44 કરોડની 1300 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દદ્વારા સાર્વજનિક પ્લોટ ખાલી કરાવવાની ઝુંબેશ શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશન હાથ ધરાયું છે. જેમાં આજરોજ નાનામૌવા અને મવડીમાં બગીચા તથા રહેણાક વેચાણ અર્થે અનામત રાખવામાં આવેલ પ્લોટ ઉપર થયેલા 27 કાચા- પાકા ઝુપડાનું ડિમોલેશન કરી રૂા. 7.55 કરોડની 1300 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમડી સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ વોર્ડ નં. 11 ટીપી સ્કીમ નંબર 7 નાના મૌવા અંતિમ તથા 27 મવડી અંતિમમાં પ્રાપ્ત થયેલ બગીચા અને રહેણાક વેચાણના અનામત હેતુના પ્લોટમાં વર્ષોથી થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનીકામગીરી હાથ ધરી 27 ઝુપડા તોડી પાડવામા આવ્યા હતા અને રૂા. 7.55 કરોડની 1300 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આજે નાના મૌવા ટીપી સ્કીમ નં. 7માં ધોળકિયા સ્કૂલ પાછળ રામ પાર્કની બાજુમાં આવેલ રહેણાક વેચાણના પ્લોટ ઉપર થયેલા 15 ઝુપડાઓ તોડી 4.80 કરોડની જગ્યાખુલ્લી કરાવાઈ હતી. તેમજ ટીપી સ્કીમ નં. 27 મવડી રામધણનીસામે બગીચાના હેતુના પ્લોટ ઉપર થયેલા બાર ઝુપડાનું ડિમોલેશન કરી રૂા. 2.75 કરોડની જમીનખુલ્લી કરાવાઈ હતી. બન્ને પ્લોટ ઉપરથી 27 ઝુપડા દૂર કરી રૂા. 7.55 કરોડની 1300 ચો.મી. જમીન ખુલ્લી
કરાવાઈ હતી. તેમજ આગામી દિવસોમાં પણ વેસ્ટ ઝોનમાં અનેક પ્લોટ ઉપર થયેલા દબાણો દૂર કરવા ડિમોલેશનનીકાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ટાઉન પ્લાનીંગ અફિસર એમ.ડી. સાગઠિયાએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ