ગૌ પુજાનું મોટું મહત્વ
તા.9/11/23ને ગુરૂવારે આસો વદ અગીયારાના દિવસે રમા એકાદશી છે સાથે વાઘબારસ પણ છે. આ દિવસથી દિપાવલીના મહાપર્વની શરૂઆત થશે. રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી અને ધનની તથા સુખ અને વૈભવની પ્રાપ્તી થાય છે. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌપ્રથમ સુર્યને અધે આપવુ અને ત્યાર પછી તુલીસની પુજા કરવી અને એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખા રાખી અને લક્ષ્મી વિષ્ણુ
ભગવાનની છબી રાખવી અને તેનું પુજન કરવુ નૈવેધંમાં કેબા ખાસ ધરાવા ત્યારબાદ એકાદશીની કથા વાંચવી બપોરેના સમયે સુવુ નહિં સાંજના ભગવાનનું કિર્તન કરવુ ઉપવાસ અથવા એકટણું રહેવુ રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું.રમા એકાદશીના દિવસથી અયોદયાવાસીઓને શ્રીરામ ભગવાનના આવવાના સમાચાર મળેલા આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી આમ રામ ભગવાનના વખતથી રમા એકાદશીના દિવસથી બેસતા વર્ષ સુધી લોકો રંગોળી કરે છે. ગુરૂવારે જ વાઘબારસ મનાવાશે આ દિવસે ગાયની પુજાનું મહત્વ વધારે છે. ગાયને શણગાર કરવો ગાયને ઘાસ નાખવું પ્રદક્ષિણા કરવી. આ દિવસે જો પતિ-પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ લક્ષ્મીજીનું પુજન કરે તો દામ્પત્ય જીવનમાં મોકસ આવે છે.શ્રી કૃષ્ણ ભગવાના જન્મ પછી આજ દિવસે યસોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઇપણ મહીલાઅથવા પુરૂષ પોતાના પરિવારની સુખ શાંતી માટે ઉપવાસ અથવા એકટાણું રહી શકે છે. આમ આ દિવસે ઉપવાસ રહેવાથી રમા એકાદશી ને વાઘ-બારસ બન્ને તહેવારોનું ફળ મળશે.
-શાસ્ત્રી રાજદીપ જોષી