રેસકોર્ષમાં વર્લ્ડકપનાં ફાઇનલ મેચનું વિશાળ LED સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ

ભારત વર્લ્ડકપ-2023નાં ફાઈનલ મેચમાં પહોંચતા જ શહેરીજનોમાં ભવ્ય ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં પ્રથમવાર મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ આ ICC વર્લ્ડકપની ફાઈનલ મેચ શહેરીજનો મોટી સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે લાઈવ નિહાળી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી રવિવારે બપોરથી મેચનો લાઈવ ટેલિકાસ્ટ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે નિહાળી હતી. ક્રિકેટના આ ફાઇનલ મેચ નિહાળવામાં લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઐતિહાસિક મેચ નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ભારતીય ટીમના જુસ્સામાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ઘણી બધી ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે તેવા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે વિશાળ LED સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે આ ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : પ્રવીણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ