સમર્પણ યંગ ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપોત્સવી રંગોળી (ચિત્ર) સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રંગોળી (ચિત્ર) સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલીકાના મેયર નયનાબેન પેઠડીયા ઉપસ્થિત રહ્યા હતા.
સમર્પણ યંગ ગૃપના પ્રમુખ વિનોદભાઈ ચોટલીયાએ મેયર નયનાબેન પેઢડીયાનું સ્વાગત કરેલ અને મેયરના હસ્તે દરેક સ્પર્ધને પ્રોત્સાહન ઇનામો અપાયા હતા.
વિભાગ: 1, (1 થી 14) વર્ષની ઉમરના બાળકો, પ્રથમ નંબરે નાવયાણી ખુશી નરેન્દ્રભાઈ, બીજા કમાંકે કિર્તિ ઘનશ્યામભાઈ જોટાણીયા ત્રીજા સ્થાને સ્મૃતિ દિપકભાઈ ભલગામા, પ્રોત્સાહન રક્ષીત ભુપેન્દ્રભાઈ પારેખ વિભાગ: 2 (15 થી 20) વર્ષ સુધીના યુવા વર્ગ પ્રથમ નંબરે અંજલી નિતિનભાઈ મોરાણીયા બીજા કમાંકે પ્રાચી કિશોરભાઈ સોલંકી ત્રીજા સ્થાને ગોહેલ નેહા જગદીશભાઈ વિજેતા થયા હતાં