શહેરમાં જાહેરમાં કચરો ફેંકતા વધુ 24 લોકો દંડાયા : 12 બંધાણીઓ પકડાયા

4.9.કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, 26.3 ટન કચરાનો કરાયો નિકાલ

સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સફાઈઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પણ પાનખાઈને પીચકારી મારતા વધુ 12 બંધાણીઓને ઈમેમો ફટકારી જાહેરમાં કચરો ફેંકતા 24 લોકોને દંડ કરવામા આવ્યો હતો તેમજ અલગ અલગ દુકાનોમાંથી 4.9 કિગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી ન્યુસન્સ પોઈટ અથવા એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ઉપરથી વધુ 26.3 કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.28-11-2023ના રોજ 12 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1431 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 388 સફાઈ કામદારો ની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબત ની 27 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.29ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 24 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 4.9 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ