11 ડિસેમ્બરે રેલનગર અંડરબ્રીજનું કરાશે રી-લોકાર્પણ

તા.5 સપ્ટેમ્બરથી બંધ કરાયેલ બ્રીજને તા.27 નવેમ્બરે ખોલવાનો હતો, 15 દિવસ મોડો ખુલશે


શહેરના વોર્ડ નં. 3ના મોટાભાગના વિસ્તારને જામનગર રોડને જોડતા રેલનગર અંડરબ્રીજમાં ભરાતા પાણીની વર્ષો જૂની સમસ્યાનો હલ કરવા માટે મહાનગરપાલિકાએ રૂા. 56 લાખમાં લીકેજ બંધ કરી બ્રીજ રંગરોગાન સાથે ખુલ્લો મુકવાનું કામ આપવામાં આવ્યું હતું. 5 સપ્ટેબરે કામ ચાલુ થતા રેલનગર અંડબ્રીજ બંધ કરવામાં આવેલ જેના કારણે 90 હજારથી વધુ લોકોને શહેરમાં અવન-જવન માટે વધુ કિલોમીટરો કાપવા પડતા હતા 27 નવેમ્બરે બ્રીજ ખુલ્લો મુકવાની એજન્સીને કહેવામાં આવેલ પરંતુ 15 દિવ કામ લેટ થતા હવે તા. 11 ડિસેમ્બરે રેલનગર અંડરબ્રીજ ખુલ્લો મુકવામાં આવશે તેમ મનપાના બાંધકામ
વિભાગે જણાવ્યું છે. મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રેલનગર અંડરબ્રીજની વર્ષો જૂની પાણીની સમસ્યાનો નિવેડો લાવવા માટે બ્રીજનું તળિયું અને સાઈડની બન્ને દિવાલોમાં કેમીકલ આધારીત પ્લાસ્ટર કામ કરવાનો
નિર્ણય લેવામાં આવેલ અને રૂા. 56 લાખમાં એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. તા. 5 સપ્ટેમ્બરના રોજ બ્રીજ બંધ કરાતા ઉપરવાસમાં રહેતા 90 હજારથી વધુ લોકો પરેશાન થઈ ગયા હતા. વર્ક ઓર્ડર મુજબ તા. 27 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરી બ્રીજ ખુલ્લો મુકવાનો થતો હતો પરંતુ સતત લીકેજ ચાલુ હોવાને કારણે તેમજ વચ્ચે વરસાદી ઝાપટાઓ આવતા કામમાં વિલંબ થતા હવે તા. 11મી ડિસેમ્બરના રોજ બ્રીજ ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંધકામ વિભાગના જણાવ્યા મુજબ બ્રીજનું કામ પૂર્ણ થયા બાદ પણ ચોમાસામાં પાણી લીકેજ પ્રતિક્રિયા ચાલુ રહેશે બ્રીજમાં પાણી બંધ કરવાનો હેતુ ન હતો પરંતુ બ્રીજનું ઈન્ફાસ્ટ્રક્ચર પાણીના કારણે નબળુ ન પડી જાય તે માટે પાયાથી લઈને દિવાલો સુધીના બ્રીજના મુળમાં કેમીકલ આધારીત પ્લાસ્ટર કરવામા આવ્યું છે તેવી જ રીતે બ્રીજની વચ્ચો વચ વધારાનો નવો સ્લેબ ભરી હાલ પુરતુ પાણી બંધ કરવામા આવ્યું છે. ચોમાસા દરમિયાન જો બ્રીજના બન્ને છોડોથી પાણી નિકળશે તો બન્ને છેડા ઉપર પણ વધારાનું કામ કરવામા આવશે. હાલ ફક્ત બ્રીજનું આયુષ્ય વધારવા માટે કેમીકલ આધારિત પ્રકિયા હાથ ધરવામા આવી છે અને જે કામ એક સપ્તાહમાં પૂર્ણ થઈ જશે માટે તા. 11ના રોજ વાહન વ્યવહાર માટે અંડરબ્રીજ ખુલ્લો મુકવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ