કેન્દ્રનું બજેટ વિકાસ માટે નમુનેદાર સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયાનું નિવેદન

રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ એક સંયુક્ત અખબારીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહયો છે ત્યારે વધુ એક વાર તેમના કાર્યકાળનું અંતિમ બજેટમાં ભારતીય અર્થવ્યવસ્થાનું સકારાત્મક પરિવર્તન લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત-2047 જયારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરતું હશે
ત્યારે મોદી સરકારનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્રના દૃષ્ટિકોણને આગળ વધારી આવતા 23 વર્ષની દિશા નિર્ધારીત કરવામાં આવેલ છે. આમાં દેશના ગરીબ, યુવાઓ, અન્નદાતા અને નારીશકિતની જ્ઞાન સામેલ કરવામાં આવેલ છે. આ બજેટમાં જી-20 ની અધ્યક્ષતામાં વર્ષ દરમ્યાન મોદી સરકારે કરેલ કાર્યોને ધ્યાનમાં રાખી પ્રકૃતિ, આધુનિક આધારભુત સંરચના અને દરેક માટે સમાન પ્રયત્નો સાથે સમૃધ્ધ ભારતનો દૃષ્ટિ કોણ સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વગુરૂૂ તરીકે ઓળખ કરવામાં આવી છે. સતત આર્થિક વિકાસ અને રાજકોષીય મજબુતી બનાવવા માટે સરકારી સંઘવાદની ભાવના મજબુત કરવા માટે મોદી સરકારે રાજયોના વિકાસમાં મહત્વાકાંક્ષી જીલ્લિા માટે કાર્યક્રમો કરવામાં આવશે. રાજય સરકારોને આધ્યાત્મિક પ્રવાસ સુવિધાઓ થકી રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં લક્ષદીપ જેવા ટાપુઓના પ્રવાસનને પ્રોત્સાહિત કરવામાં આવશે.આ અંતમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્ર સરકારના બજેટને દીર્ઘદષ્ટિવાળુ બતાવી આવકારવામાં આવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ