મુકેશ દોશીના હસ્તે સમૃધ્ધિ સોસા.માં પેવિંગ બ્લોક નાખવાના કામનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01/02/2024ના રોજ વોર્ડ નં.-1માં આવેલ સમૃધ્ધિ સોસાયટીમાં ‘જનભાગીદારી યોજના’ હેઠળ રૂા.17.05 લાખના ખર્ચે રસ્તાની બંને સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કોર્પોરેટર અલ્પેશભાઈ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, હિરેનભાઈ ખીમાણીયા, પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ સથવારા, મહામંત્રી નાગજીભાઈ વરુ, મહામંત્રી ગૌરવભાઈ મહેતા, બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, રામદેવભાઈ આહીર, જયદીપભાઇ જાડેજા, દિગેશભાઈ વાઘેલા, મોહિત શિયાળ, દિનેશભાઈ તલસાણીયા, લાલાભાઈ જોગરાણા, નરેન્દ્રભાઈ સરવૈયા, જીતુભાઈ રાવલ, સત્ય જતસિંહ જાડેજા, સેજલબેન ચૌધરી, હર્ષાબા જાડેજા, મયુરીબેન, પાયલબેન સંચાણિયા, દેવાયતભાઈ ડાંગર, હેમંતભાઈ, હસુભાઈ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ જેઠવા, જ્યોતિબેન હિંગો, રમાબેન વાઘેલા, જયુભાઈ, સત્યજીતભાઈ, મોહિતભાઈ, ભરતસિંહ ચુડાસમા, પરેશભાઈ સખીયા, ભાવિન ચોટલીયા, ઉચિતભાઈ પંડ્યા, જાગૃતિબેન તેમજ વિસ્તારના અગ્રણીઓ અને વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘જનભાગીદારી યોજના’ હેઠળ રસ્તાની બંને સાઇડ સોલ્ડરમાં કુલ 2000 ચો.મી.માં આ પેવીંગ બ્લોક નાખવાનું કામ થવાથી વોર્ડ નં.1માં સમૃધ્ધિ સોસાયટીમાં અને તેની આસપાસના વિસ્તારના કુલ- 1500 નાગરિકોને ફાયદો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે.

રિલેટેડ ન્યૂઝ