ગોંડલના આંબરડી ગામે સગીરા પર દુષ્કર્મ આરોપીને પોલીસે ઝડપી લીધો


ગોંડલ તાલુકાના આમ્બરડી ગામે સગીરા પર દુષ્કર્મ ની ઘટના બનતા તાલુકા પોલીસે બળાત્કારીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ આમ્બરડી માં રહેતી સગીરા રાત્રીનાં સમયે તેના ઘરની બહાર રમતી હતી. આ વેળા ગામ માંજ રહેતા જસ્મીત મનસુખભાઇ સોલંકી નામનાં શખ્સે સગીરા ને તેણીનાં ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ.બાદમાં ઘરે પંહોચી સગીરાએ તેની માતાને જાણ કરતા તેણીની માતાએ તાલુકા પોલીસ માં જસ્મીત સોલંકી સામે ફરિયાદ કરતા પી.એસ.આઇ.જે.એમ.ઝાલાએ તપાસ હાથ ધરી દુષ્કર્મ આચરનાર જસ્મીત ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ