રાજકોટમાં જૂની અદાવતમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

જૂની અદાવતમાં પાઇપ અને છરી બતાવી ધમકી આપનાર ચારેય શખ્સો વિરુદ્ધ નોંધાતા ગુનો

રાજકોટ શહેરમાં આવેલા મનહરપુરમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે કાનભા દીપકસિંહ સોઢા નામનો 25 વર્ષનો યુવાન 150 ફૂટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી નજીક હતો ત્યારે જૂની અદાવતનો ખાસ રાખી ચાર શખ્સોએ પાઇપ અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા મનહરપુર-1માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા દેવેન્દ્રસિંહ ઉર્ફે કાનભા દિપકસિંહ સોઢા નામનો 25 વર્ષનો યુવાન પાંચેક દિવસ પૂર્વે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી રામાપીર ચોકડી પાસે હતો ત્યારે યશપાલ કાઠી, મોરલી આહીર, રઘુ કાઠી અને પ્રકાશ ઉર્ફે પીન્ટુ બ્રાહ્મણ નામના ચારેય શખ્સોએ ઝઘડો કરી બીભત્સ ગાળો ભાંડી પાઇપ અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની દેવેન્દ્રસિંહ ઉર્ફે કાનભા સોઢાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પ્રાથમિક પૂછપરછમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે કાનભા સોઢા અને ધમકી આપનાર ચારેય શખ્સો વચ્ચે ચાલતી અદાવતનો ખ્યાલ રાખી ચારેય શખ્સોએ બીભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઈ.ટી. મોરવાડિયા સહિતના સ્ટાફે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ