રાજકોટમાં તસ્કરો બેફામ: બંધ મકાનમાંથી 63 હજારના દાગીનાની ચોરી

પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા બાદ તસ્કરોએ હાથફેરો કર્યો

ખોખડદળ નદીના પુલ પાસે જડેશ્ર્વર સોસાયટી શેરી નં.1માં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના રૂૂ.63 હજારનાની ચોરી થયાની આજીડેમ પોલીસના ફરિયાદ નોંધાવી છે.
આ મામલે એએસઆઈ આર.ડી.વાંક અને ટીમે તપાસ શરૂૂ કરી છે. વધુ વિગતો મુજબ,મકાન માલીક રોહીતભાઈ જીણાભાઈ ધોળકીયા(કોળી)(ઉ.વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,છેલ્લા દોઢ વર્ષ થી અતુલભાઈ આહીરના મકાનના ઉપરના માળે મારા પરીવાર સાથે રહું છું.અને રાજકોટ, ખોખળદળ નદીના પુલ પાસે, મધુરમ શેરી નં.6 માં સોમનાથ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં મજુરીકામ કરું છું.ગઈ તા.27/ 02ના સવારના હું તથા મારી પત્ની આરતીબેન તથા મારો પુત્ર મીત અમો ત્રણેય મકાનને તાળું મારી 150 ફુટ રીંગ રોડ, પુનીતનગર પાણીના ટાંકા પાછળ,ખોડીયારપરામાં મારા કાકાના દિકરા મયુર દિનેશભાઈ ધોળકીયાના લગ્નમાં ગયા હતા અને સાંજના અમે લગ્નમાંથી પરત ફરતા અમારા મકાનના દરવાજાનું તાળું તુટેલું હતું. અમોએ અંદર રૂૂમમાં જોતા સામાન અસ્ત-વ્યસ્ત પડેલો હતો અને રૂૂમમાં રહેલ લોખંડના કબાટ ખુલ્લો હતો અને કબાટની તિજોતી તુટેલી હતી. અને તિજોરીમાં જોતા મારી પત્નીના સોના-ચાંદીના દાગીનાઓ કુલ કિ.રૂૂ. 63,000 ના ગણાય તે જોવામાં આવ્યા નહીં જેથી આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.આ મામલે એએસઆઈ રવિભાઈ વાંક અને ટીમે તપાસ શરૂૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ