ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ

મિત્રતાના સંબંધે લીધેલા 3.50 લાખ પરત કરવા આપેલો ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાઈ’તી

મિત્રતાના સંબંધે લીધેલા રૂપિયા 3.50 લાખ પરત કરવા આપેલો
ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી મિત્રને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ ખાતે રહેતા લાલજીભાઈ જેન્તીભાઈ વેકરીયાએ રમણીક જગદીશભાઈ કામાણીને અંગત જરૂરિયાત માટે મિત્રતાના સંબંધે રૂ. 3.50 લાખ વગર વ્યાજે ઉછીના આપ્યા હતા. થોડા સમય બાદ લાલજીભાઈએ રકમ પરત માગતા રમણીકભાઈએ પોતાના બેંકના ખાતાનો ચેક આપ્યો હતો. લાલજીભાઈએ આ ચેક બેંકમાં રજૂ કરતા ક્લિયરિંગ માંથી આ ચેક “પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર”ની નોંધ સાથે પરત ફરેલ. જેમાં લાલજીભાઈએ પોતાની રકમ મેળવવા રમણીકભાઈને કાયદા મુજબ લીગલ નોટીસ પાઠવ્યા બાદ રમણીક જગદિશભાઈ કામાણી વિરૂદ્ધ કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી વતી રમણીકભાઈના વકીલ દુર્ગેશ જી. ધનકાણીએ કોર્ટમાં હાજર રહી આરોપીના બચાવ અર્થે ફરિયાદીની ઉલટ તપાસ કાયદા મુજબ કરેલ અને ફરિયાદીનું લેણું આરોપી સાથે ન હતું તેવું રેકોર્ડ ઉપર લાવી આરોપી નિર્દોષ છે તે મુજબનો બચાવ રજુ કર્યા બાદ કાયદાની તમામ પ્રક્રિયા પુર્ણ કરી દલીલ સમયે પક્ષકારોએ રજુ કરેલ ડોક્યુમેન્ટો કોર્ટ સમક્ષ રજુ થયેલા જે દસ્તાવેજો ઉપર ધ્યાને લઈને અદાલતે આરોપી રમણીક જગદિશભાઈ કામાણીને ચેક રિટર્ન કેસમાં નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વિજય સીતાપરા, વિવેક સોજીત્રા, પ્રદીપ બોરીચા, દિવ્યાબા વાળા, તથા જેનીશ સરધારા, સંજય કાટોળીયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ