ઉપલેટામાં વૈદિક હોળી રસીયા ફુલફાગ કિર્તન અને પ્રસાદ સહીત ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન

અહિંના સેવાભાવી કડવા પટેલ સોશ્યલ ગ્રુપ અને આલ્ફા પ્રોટીન્સ ના સંયુક્ત ઉપક્રમે તા. 24/3 ના રવિવારે કોલકી રોડ ઉપર આવેલ આલ્કા ઓઇલ મીલ ખાતે સાંજે 6:30 થી 8:30 સુધી ભોજન પ્રસાદ 8 વાગ્યે વૈદિક હોળી પ્રાગટય અને રાત્રે 8 થી 11:30 સુધી સૌરાષ્ટ્રના ખ્યાતનામ બાલકૃષ્ણ કિતેન મંડળના કિતેનકારોના હોળી રસીયા ફુલાફાગના મનોરથ અને કિર્તન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપલેટાના દરેક કડવ પટેલ પરિવારોને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે અને તેમાં આ વૈદિક હોળી હોય તેથી પર્યોવરણ શુધ્ધીકરણ માટે ભાવિકો કપુર, લવીંગ, ગુગળ વિગેરે સામગ્રી હોળીમાં પધારાવવા વિનંતી તેમજ કાર્યક્રમને વધુ આકપેક બનાવવા માટે ડ્રેસકોડ નકકી કરવામાં આવેલ છે તેમાં ભાઇઓ માટે મલ્ટી કલર કૃતા અને બહેનો માટે યેલો ઓરેન્જ કલર નકકી કરવામાં આવેલ છે આ ત્રિવિધ કાયેક્રમને સફળ બનાવવા માટે સોશ્યલ ગ્રુપના યુવાનો અને આલ્ફા પ્રોટીન્સ પરિવારના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

રિલેટેડ ન્યૂઝ