જેતપુર કણકિયા પ્લોટ આખલાનો આતંક બે આખલા વચ્ચે રોડ ઉપર યુદ્ધ જામ્યું

જેતપુર પ્રથમમાં રખડતા પશુનાનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને રસ્તા વચ્ચે જમતા આખલા યુદ્ધ ના કારણે અકસ્માતોના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં બે રખડતા આખલા વચ્ચે અડધો કલાક સુધી શિંગડાંયુદ્ધ જામ્યું હતું બને આખલાઓ જમ્યું તું યુદ્ધ દરમિયાન રોડ વચ્ચે આવી ગયા હતા અને સ્થાનિકોએ બાખડતા બંને આખલાઓ ઉપર પાણી નો મારો ચલાવી છૂટાં પાડ્યા અને રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રખડતા ઢોરને અંકુશમાં લેવા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે આવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે
જેતપુરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે, ત્યારે રખડતાં ઢોરો દ્વારા માર્ગ વચ્ચે અવારનવાર જામતા યુદ્ધને કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો એનો ભોગ બની ઈજાગ્રસ્ત બનવાની સાથે સાથે મૃત્યુ પામતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે જેતપુર જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતી જોકે યુદ્ધ દરમિયાન કોઈ પણ જાનહાની કે કોઈ નુકસાન થયું ન હતું
પાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતાં ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સ્થાનીકો તેમજ રાહદારીઓ માં રોષ જોવા મળ્યો હતો ત્યારે રખડતાં ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે ઝુંબેશ હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી.

રિલેટેડ ન્યૂઝ