રાજકોટ માર્કેટ યાર્ડનું ટર્ન ઓવર 4500 કરોડને આંબી ગયું

એક જ વર્ષમાં 500 કરોડનો વધારો : જણસીની સલામતી અન સારા ભાવ મળતા ખેડુતોનો વિશ્ર્વાસ વધ્યો : વિવિધ ઉત્પાદનની આવક 4 ટકા વધી

રાજકોટના મોરબી રોડ ઉપર બેડી ખાતે આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડ પર ખેડુતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી વિશ્વાસ હોય વિવિધ જણસોની ઢગલા મોઢે આવક થઇ રહી છે અને કરોડોના સોદા થઇ રહ્યા છે. રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડનું વાર્ષિક ટનઓર્વર રૂ.3000 કરોડથી વધુ અને જુના યાર્ડનું ટર્નઓવર રૂા.1500ને આંબી ગયું છે. તેમજ આગામી દિવસોમાં ટર્નઓવરનો આંકડો વધી પણ શકે છે. આ અંગે યાર્ડના સેક્રેટરીએ કહ્યું હતું કે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સતત ઝણસીની આવક થઇ રહી છે અને ખેડુતોને પોતાના ઉત્પાદનના સારા ભાવ મળી રહ્યા હોવાથી જણસની આવકમાં વધારો થયો છે અને દૈનીક કરોડોમાં સોદા થઇ રહ્યા છે. જેમાં 2023-24ના વર્ષમાં રાજકોટ બેડી ગાર્ડનું વાર્ષીક ટર્ન ઓવર રૂા.3000 કરોડે પહોંચ્યું છે. તેમજ આરટીઓ નજીક રહેલ જુના યાર્ડનું ટર્નઓવર પણ રૂા.1500 કરોડની આજુબાજુ રહે છે. વધુમાં સેક્રેટરીએ જણાવ્યું હતું. આ ટર્નઓવર આવક અને જાવક ઉપર નિર્ભર છે જેમાં જયારે માંગ વધારે હોય છે ત્યારે યાર્ડમાં દૈનીક 20 કરોડથી વધારેની આવક થાય છે અને ઓફ સિઝનમાં દૈનિક રૂા.6 થી 7 કરોડથી વધુની આવક રહે છે. વર્તમાનમાં યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજા હતી અને 10 દિવસની રજા બાદ યાર્ડ ખુલતા આજે રૂા.25 કરોડની જણસી ઠલવાઇ હતી. જેમાં રૂા.15 કરોડના સોદા થયા હતા અને રૂા.8-9 કરોડની જણસી પડી રહી હતી. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખરીફ પાક જેવા કે ઘઉં, કપાસ, જીરૂ, ચણા, મગફળી સહીતની 37 જેટલી જણસીની આવક ઉતરાઇ માટે આવી રહી છે અને વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ખરાબ મૌસમમાં ખેડુતોના માલને નુકશાન નહીવત થતું હોવાથી ખેડુતોનો માલ સહી સલામત રહેતો હોવાથી બેડી યાર્ડમાં ઢગલા મોઢે આવક થતા ટર્નઓવર પણ કરોડો રૂપિયામાં થઇ રહ્યું છે જયારે જુના યાર્ડમાં શાકભાજીની આવક માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બન્ને યાર્ડ અલગ અલગ રહેતા વિશાળ જગ્યા પાક ઉતરાઇ માટે હોવાથી ખેડુતોને સગવડતા મળી રહી છે અને આ સગવડતાનો લાભ યાર્ડની આવકમાં વધારો કરી રહી છે. યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ જણસીની આવક વધી રહી હોવાથી આ વર્ષે ટર્નઓવરમાં રૂા.500 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે યાર્ડનું ટર્નઓવર રૂા.4000 કરોડની આસપાસ રહ્યું હતું અને આ વર્ષે રૂા.4500 કરોડે પહોંચી ગયું છે.

બેડી યાર્ડમાં 1 લાખ મણ ઘઉં, 70 હજાર મણ ચણા ઠલવાયા
ધાણા 16, કપાસ 14 અને જીરૂની 12000 મણની, 11 હજાર ગુણી મગફળીની આવક
હિસાબી વર્ષ પૂરૂ થયા બાદ બેડી યાર્ડ ફરી ધમધમતું થયું છે. મિનિવેકેશન બાદ આજે બિજા દિવસે તમામ પ્રકારની શિયાળું જણસી ભરીને વાહનોની લાંબી કતારો યાર્ડ નજીકનાં રોડ પર લાગી ગઇ હતી. ખાસ કરીને આજની આવકોમાં ઘઉંની આવક ટોચ પર રહી હોય તેમ 1 લાખ મણની આવક હતી તો ચણાની 70 હજાર, ધાણાની 16000, કપાસની 14000 અને જીરૂની 12000 મણની આવક હતી જ્યારે મગફળીની 11 હજાર ગુણીની આવક થઇ હતી. યાર્ડમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઘઉં અને ચણાની મોટી આવકને લીધે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરાઇ છે. આજે હરાજી દરમિયાન ઘઉં સહિતની જણસીનાં વેપારોમાં 30 હજર લોકવન ઘઉંના મણે રૂા.476-530માં અને 70 હજાર મણ ટૂંકડાના વેપાર રૂા.491-590માં થયા હતાં. 70 હજાર મણ ચણાનાં મણે રૂા.1058-1110માં સોદા થયા હતાં. 16 હજાર મણ ધાણાનાં મણે રૂા.1280-1750 બોલાયા હતાં. 9 હજાર ધાણીનો ભાવ રૂા.1321-2340 બોલાયો હતો. 12 હજાર મણ જીરૂ રૂા.3800-4750માં વેચાયું હતું. જ્યારે 14 હજાર કપાસનાં મણે રૂા.1300-1612માં વેપાર થયાં હતાં.

રિલેટેડ ન્યૂઝ