એસજીવીપી ગુરૂકુળ પ્રિમીયર લીગ ઓલ ઈન્ડિયા ઓપન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે શ્રી સ્વામિનારાયણગુરુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અંતર્ગત એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુરુકુલ પ્રિમિયર લીગ13 ઓલ ઇન્ડીયા ઓપન -નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરુઆત ભકતવત્સલદાસજી સ્વામી, ધર્મનંદનદાસજી સ્વામીગુણસાગરદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામા આવી હતી. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટલેધરબોલઅને ટેનિસ બોલથી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમા દિલ્હી, નોઇડાદિલ્હી, ચેન્નાઇ, ઇન્દોર, તેમજગુજરાતની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ વગેરે શહેરોની 36 ટીમો સહિત 164 ટીમો ભાગ લઇ રહી છે.જેમા પ્લેટ ગ્રુપની12 અને ઇલાઇટ ગ્રુપની 24 ટીમો ભાગ લઇ રહી છે. જીતનારપ્લેયરને વ્યક્તિગત ગીફ્ટ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત મેન ઓફ ધ સીરીજને, બેસ્ટબેટ્સમેનને બેસ્ટ બોલરને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ