રૂપાલા સામે ચુંટણી પંચમાં વધુ એક ફરીયાદ કરાઇ

પોતાના વાણી વિવેક માટે જાણીતા ભાજપના કેન્દ્રીય મંત્રી તેમજ પક્ષમાં આદરભર્યું સ્થાન ધરાવતા રાજકોટ લોકસભા વિસ્તારના ઉમેદવાર પુરૂષોતમભાઇ રૂપાલાએ એક મીટીંગ દરમ્યાન ક્ષત્રીય સમાજ માટે વાંધાજનક ઉચ્ચારણ કરકતાં ક્ષત્રીય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ સામે ક્ષત્રીય સમાજ તેનો વિવિધ મોરચે વિરોધ દર્શાવી રહ્યું છે. રાષ્ટ્રીય પક્ષના એક જવાબદાર નેતા જ્યારે આ પ્રકારની ટીપણી કરે તે ખેદજનક છે.
રાજકોટ લોકસભાના અપક્ષ ઉમેદવાર ભાવેશ આચાર્ય આ બાબતને વખોડે છે અને આ માટે તેમણે ચુંટણીપંચ સમક્ષ પોતાનો વિરોધ ફરિયાદ સ્વરૂપે લેખિતમાં નોંધાવ્યો છે. આ માટે તેમણે ચુંટણી પંચ સમક્ષ ચુંટણી આચારસંહિતા મુજબ બંધારણમાં નિર્ધારિત પગલાં લેવા અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ