સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા મુમુક્ષુ જીમીતકુમારનું અભિવાદન કરાયું

આચાર્ય ભગવંત યશોવિજય સૂરિશ્ર્વરજી મહારાજ સાહેબ સમીપે ચૈત્ર સુદ તેરસ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન દિવસે 21/4/2024 ના રોજ ધર્મ નગરી રાજકોટ ખાતે સંયમ અંગીકાર કરવા તત્પર બનેલ મુમુક્ષુ જીમીત કુમારનું જાજરમાન અભિવાદન સમસ્ત સ્થા.જૈન સંઘો દ્રારા કરવામાં આવશે.
આચાર્ય ભગવંત યશોવિજય સૂરિશ્ર્વરજી મ.સા., ગોંડલ સંપ્રદાયના વડીલ ગુરુ ભગવંત સાહિત્ય પ્રેમી દેવેન્દ્ર મુનિ મ.સા., ગુજરાત રત્ન સુશાંત મુનિ મ.સા.એવમ રાજકોટમાં બીરાજમાન હાસતિજીઓના પાવન સાનિધ્યમાં મુમુક્ષુ આત્માને શુભેચ્છા, અભિનંદન સહ અભિવાદન કરવામાં આવશે. રાજકોટ નિવાસી રત્ન કુક્ષિણી વૈશાલીબેન તથા ધર્મ પરાયણ પિતા મનીષભાઈ માટલીયા પરિવારનો વ્હાલ સોયો ગ્રેજ્યુએટ સુપુત્ર કે જેણે મુંબઈ મીઠીબાઈ કોલેજમાં બી બી એ પાસ કરેલ છે. મુમુક્ષુ જીમીત કુમાર નેટ – ચેટ,વીઝા અને પીઝાના આ યુગમાં 21 વર્ષની ભર યુવાન વયે ભગવાન મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપેલ કઠિનતમ સંયમ માર્ગ અંગીકાર કરવા થનગની રહેલ છે.
સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ દ્રારા રોયલ પાર્ક જૈન મોટા સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય, સી એમ પૌષધશાળાને આંગણે બુધવારે સવારે સાત કલાકે મુમુક્ષુ જીમીત કુમારનું શાહી સન્માન કરવામાં આવશે એવમ્ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માઓના ત્યાગ અને સંયમ માર્ગની ભૂરી – ભૂરી અનુમોદના કરવામાં આવશે. આ અવસરે આચાર્ય ભગવંત યશોવિજયજી સૂરિશ્ર્વરજી મ.સા.,ગોંડલ સંપ્રદાયના ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા., ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.તથા પૂ.મહાસતિજીઓ મુમુક્ષુ આત્મા જીમીતકુમારને જિન શાસનની આન – બાન – શાન વધારો,સ્વ – પરના કલ્યાણના નિમિત્ત બનો તેવા કૃપાશિષ પાઠવશે. એકતાના હીમાયતી રોયલ પાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ તથા મનોજ ડેલીવાળા,કેતનભાઈ શેઠ,બિપીનભાઈ પારેખ,યોગનાબેન મહેતા, વીણાબેન શેઠ, રિધ્ધીબેન બાવીસી, ડોલરભાઈ કોઠારી, જગુભાઈ દોશી, મહેશભાઈ મહેતા, કમલેશભાઈ મોદી, પ્રતાપભાઈ વોરા,હેમલભાઈ મહેતા, ગૌરવભાઈ દોશી, સુશીલભાઈ ગોડા વગેરે શાસન પ્રેમી ટીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહેલ છે.સ

રિલેટેડ ન્યૂઝ