લીફ્ટમાં માથુ ફસાતા મહિલાનું મોત

શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એડીશન એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં દોઢ માસ પહેલા લીફટમાં માથુ ફસાઇ જતાં ગીતાબેન રમેશભાઇ દયાતર (ઉ.વ. 38, રહે. ઘંટીયા, પ્રાચી, તા. સુત્રાપાડા)નું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં કલમ 304 હેઠળ કારખાનેદાર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. આ બનાવ અંગે મૃતક ગીતાબેનની પુત્રી કૃપાબેન (ઉ.વ. 24)એ કારખાનેદાર પિયુષ દેવચંદભાઇ ખુંટ(રહે. સ્કાય હાઈટ્સ 150 ફૂટ રોડ) સામે ગેરકાયદે લીફટ રાખી, બેદરકારી દાખવી, તેની માતાનું મોત નિપજાવવા બદલ સાપરાધ મનુષ્ય વધ હેઠળ ફરિયાદ નોંધાવી છે. કૃપાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, માતા ગીતાબેન સાથે નોકરી કરતી પુત્રી પ્રિયા કે જે કારખાનામાં ત્રીજા માળે કામ કરતી હતી તેને પાણી પીવું હોવાથી તે કારખાનાની અંદર આવેલ માલ સામાન ઉપરના માળે લઇ જવાની ઓપન લીફટમાં પાણીની બોટલ લઇ જઈ રહ્યા હતા ત્યારે તેનું માથુ લીફટમાં ફસાઇ જતાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ કે.એચ.કારેણા અને સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ