દિવાળી પર લેવાયેલ શિખંડ – મુખવાસમાં ઝેરી કલરની ભેળસેળ છેક હવે ખુલી

સિંગતેલમાં પણ ભેળસેળ બહાર આવી: મસાલા માર્કેટમાં ફુડ વિભાગનું વ્યાપક ચેકીંગ

મનપાના ફૂડ વિભાગ દ્વારા દિવાળી ઉપર લેવામાં આવેલ મુખવાસ તેમજ શિખંડના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો આ બન્ને વસ્તુમાં કલરની ભેળસેળ ખુલવા પામી જ્યારે દેશી ઘાણીનું શીંગતેલનો નમુનો લેવામાં આવેલ જેમાં આયોડીન વેલ્યુનો પ્રમાણ ધારાધોરણ કરતા વધુ હોાવનું ખુલતા તમામ સેમ્પલ ફેલ કરી એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અલગ અલગ મસાલા માર્કેટમાંથી ધાણાજીરૂ, મરચુ, હળદર પાઉડર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી અપાયા હતાં. ફૂડ વિભાગ દ્વારા નસ્ત્રઅમૃત મુખવાસસ્ત્રસ્ત્ર, પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ નસ્ત્રમીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)સ્ત્રસ્ત્ર નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને અમૃત મુખવાસસ્ત્રસ્ત્ર, પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ નસ્ત્રપાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. ફૂડ વિભાગ દ્વારા નસ્ત્રપ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ નસ્ત્રનંદા મુખવાસ હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. ગાયત્રી ડેરી ફાર્મસ્ત્રસ્ત્ર, રામેશ્ર્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ નસ્ત્રડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તમામ વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ