સિવિલમાં રીક્ષા પાર્કિંગ બંધ, દર્દીઓ અને સંબંધીઓને મુશ્કેલી

ટ્રાફિક અને અકસ્માત રોકવા નિર્ણય લેવાયાનો તંત્રનો દાવો

શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા-જતા દર્દીઓ માટે હવે નવી મુસિબત ઉભી થયાની ફરિયાદો ઉઠી છે. તંત્રએ કોઈ કારણોસર ઓટો રીક્ષાના પાર્કિંગ પર બ્રેક મારી દેતા વૃધ્ધ-અશક્ત- ચાલી ન શકે તેવા દર્દીઓને બહારથી સબંધિત વોર્ડ વિભાગ સુધી કેમ પહોંચાડવા તે પ્રશ્ર્ન દર્દીઓમાં દેકારો થયો છે. જાણકારો કહે છે કે, અગાઉ ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાંથી સિવિલ હોસ્પિટલમાં નાના-મોટા વાહનો એટલે કે રીક્ષા અને એમ્બ્યુલન્સ મારફતે પ્રવેશી શકાતુ અને આ મેદાનમાં રીક્ષાઓ પાર્કિંગ થઈ શકતું પણ અહીં સબંધી તંત્રએ ચૂંટણી કામગીરીને લીધે સતત વાહનોની અવર-જવર પાર્કિંગને ધ્યાને લઈ દિવાલ ઉભી કરી દેતા હવે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાંથી દર્દીઓના રીક્ષા જવા વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ છે. પરિણામે દર્દીઓની આવન- જાવનમાં હાડમારી ઉભી થયાની ફરિયાદો ઉઠી છે. જાણકારો કહે છે કે સિવિલના મેદાનમાં વાહનોની અવરજવરને પાબંધી નથી લદાઈ પણ રીક્ષા જેવા ખાનગી વાહનોનું પાર્કિંગ બંધ કરવામાં આવ્યું છે. આવા નિર્ણય પાછળ તંત્રનું કહેવાનું થાય છે કે, અહીં રોજબરોજ દર્દી- દર્દીના સગાઓની મોટી અવરજવરને લીધે ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે ઘણી વખત હોસ્પિટલ પાંગણમાં અકસ્માતોનો દર્દીઓમાં ભય સેવાતો હોવાથી અહીં વાહનોનું પાર્કિંગ બંધ કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ