ગુજરાતમાં Vi મોબાઇલ ફિલ્મ પ્રોજેક્ટ કોન્ટેસ્ટના વિજેતાઓ જાહેર થયા

  • રાજકોટના VOIDએ રોકડા રૂ. 1 લાખનું પ્રથમ ઇનામ, અમદાવાદના મેમાને રૂ. 50,000નું બીજું ઇનામ તથા બરોડાના ડો. નિલકંઠ રાયે રૂ. 25,000નું ત્રીજું ઇનામ જીત્યું છે
  • સમાવેશકતા અને સાથે રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટેBe Someone’s We રજૂ કરતી સ્પેશિયલ મોમેન્ટ સાથે ગુજરાતની સેન્ટ્રલ થીમ પર સમગ્ર ગુજરાતમાંથી મળેલી 70થી વધુ એન્ટ્રીમાંથી વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા

રાજકોટનાVOID એ ગુજરાતમાં ટશ મોબાઇલ ફિલ્મમેકિંગ કોન્ટેસ્ટમાં પહેલું ઇનામ જીત્યું છે. વસ્ત્રાપુર એમ્ફીથિયેટર ખાતે પસંદ કરેલી એન્ટ્રીના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ અમદાવાદમાં 30મી માર્ચે આ જાહેરાત કરવામાં આવી હતી. રેડ એફએમ સાથેની પાર્ટનરશિપમાં આ કોન્ટેસ્ટનું આયોજન અને પ્રમોશન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી મળેલી 70થી વધુ શોર્ટ ફિલ્મ એન્ટ્રીમાંથી ત્રણ વિજેતા એન્ટ્રી પસંદ કરવામાં આવી હતી. અમદાવાદના મેમાને રૂ. 50,000નું બીજું ઇનામ તથા વડોદરાના ડો. નીલકંઠ રાયે રૂ. 25,000નું ત્રીજું ઇનામ જીત્યું હતું.
સ્માર્ટફોન ઉતારેલી પર 5-7 મિનિટની શોર્ટ ફિલ્મ દ્વારા પોતાની રચનાત્મકતા અને વાર્તા કહેવાની કુશળતા રજૂ કરીને આ ચાર સપ્તાહ લાંબી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે ઊભરતા અને પ્રતિભાશાળી ફિલ્મ મેકિંગ ઉત્સાહીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ થીમ ગુજરાત હતી પરંતુ તેમાં ટશના કેમ્પેઇન ઇય જજ્ઞળયજ્ઞક્ષય’ત ઠયની પણ ઝલક જોવા મળી હતી જેમાં વિવિધ બેકગ્રાઉન્ડના લોકોએ સમાવેશકતા અને સાથે રહેવા અંગે તેમના અનોખા પરિપ્રેક્ષ્ય દર્શાવ્યા હતા.
50થી વધુ પહેલી વખતની ફિલ્મ બનાવનારાઓએ આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને કોમેડી, સટાયર, હોરર, થ્રિલર, બાયોપિક, રોમ કોમ, ડ્રામા, એક્શન, સ્લાઇસ ઓફ લાઇફ અને અન્ય જેવા અનેક વિષયો પર ફિલ્મો બનાવી હતી. શોર્ટલિસ્ટ થયેલી એન્ટ્રીઓ વોટિંગ માટે રેડ એફએમની યુટ્યૂબ ગુજરાતી ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ