રાજકોટમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર: સૌરાષ્ટ્રમાં વિરોધ

વઢવાણ, ધ્રાંગધ્રા પંથકના ગામડામાં ભાજપના પ્રચાર પર પ્રતિબંધના બેનરો લાગ્યા

અમરેલી, જોડિયા, મોરબી, ભાવનગરમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી કલેક્ટર-મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

(તસ્વીરો : પ્રવિણ સેદાણી-રાજકોટ, સન્ની વાઘેલા, રૂદ્રદતસિંહ રાઠોડ, ભાસ્કર જોશી, પરેશ ફલિયા)
રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રીરૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદીત નિવેદન આપ્યા બાદસૌરાષ્ટ્રમાં ઠેર ઠેર રોષ ફેલાયો છે. રાજોકટમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર લાગ્યા હતાં. તો સુરેન્દ્રનગર, અમરેલી, જોડિયા, મોરબી અને ભાવનગરમાં ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ પ્રદર્શન કર્યાહ તા જ્યારે વઢવાણ પંથકમાં ગામોમાં ભાજનપા પ્રચાર પ્રસાર માટે નહીં આવવાના પોસ્ટરો લાગ્યા હતાં.
થોડા દિવસ પહેલા વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના બેઠકના ઉમેદવારે પુરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર વિવાદીત નિવેદન કર્યુ હતું. બાદ પૂર્વ કેન્દ્રીયમંત્રીએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધા બાદપણ વિવાદ સમવાનું નામ લેતો નથી ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ રહીઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરીને મામલતદાર-કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યા છે.
રાજકોટમાં રૂદ્રશક્તિ મહિલા સેવાકીય સંસ્થાના નેજા હેઠળ યુનિવર્સિટી રોડ પર આવેલા વિષ્ણુ વિહાર મંદિરમાં પ્રમુખ માયાબા જાડેજા અને ગુજરાત રાજપૂત સંકલન સમિતિ ગાંધીનગરના પ્રમુખ દિપ્તીબાની આગેવાની બેઠક મળી હતી. આ બેઠકમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર લાગતા વિવાદ ઘેરો બન્યો છે.
ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા પંથકમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ચૂંટણી પ્રચાર માટે મનાઈ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ અને બાવળી ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહિ આવે તો ભાજપ દ્વારા આવનારી લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધી કરવાનું પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે જોકે હાલમાં જ ગોંડલ ખાતે ધારાસભ્ય જયરાજસિહની ઉપસ્થીતિમાં થયેલ બેઠક દરમિયાન રૂપાલા દ્વારા માફી માંગી મામલો ઠંડો પાડી ગયો હોવાનું રટણ કરી રહ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા હજુ પણ નિવેદન મુદ્દે ભાજપને ઘેરી કોઈપણ કાળે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે.
વઢવાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પરસોત્તમ રૂપાલા ની ટિકિટ વાણી વિલાસ મુદ્દે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ના આવતા બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે. તેમાં પણ 7000થી વધુ લોકો હાજર રહ્યા હતાં. જ્યાં સુધી પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ ભાજપ રદ નહીં કરે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા કેસરિયા મોઢવાડા પેઢડા સહિતના ગામોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરવામાં આવી છે અને પ્રચાર માટે પણ ભાજપના નેતાઓને નહીં જવા દેવાના બેનરો લગાવ્યા છે.
ભાવનગર
આજે ભાવનગર શહેરમાં આવેલી ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના ,કોંગ્રેસ , આપ પાર્ટી સહિત તમામ રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં વિરોધ માટે જોડાયા હતા, ભાવનગરની ગરાસિયા બોર્ડિંગ ખાતે પહેલા ક્ષત્રિય સમાજનું એક સભાના સ્વરૂપમાં સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ રાજેન્દ્રસિંહજી રાણાએ પણ વક્તવ્ય આપ્યું હતું .અને પુરુષોત્તમભાઈ રૂપાલા ના નિવેદનથી પોતે ખૂબ જ દુ:ખ વ્યક્ત કર્યું હતો સાથે ક્ષત્રીય સમાજના યુવાનો, મહિલાઓ એ પણ પોતાનો એક સૂર સાથે મત રજૂ કર્યો હતો. રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં અઆવ્યું હતું.
મોરબી
ટંકારા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ટંકારા મામલતદાર થતી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. જેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. તેથી પરષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરવા, દરેક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા અને ચુંટણીપંચ સમક્ષ પણ તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા દ્રઢ માંગણી કરવામાં આવી છે.
જામનગર
જોડિયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા અને મંત્રી સહદેવસિંહ જાડેજા ની આગેવાની માં જોડિયા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું હતું અને પુરુષોત્તમ રૃપાલા ની ટિકિટ રદ્ કરવા.ની માંગણી કરવામાં આવી હતી . જો પરષોત્તમ રૃપાલાની ટિકિટ રદ્ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે તેવી ચિમકી પણ આપી છે.
અમરેલી
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક ભાષણ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે કરેલા વાંધાજનક નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આવેદનપત્ર અપાઇ રહ્યા છે તેવામાં આજે અમરેલી મોટી સંખ્યામાં ગરાસદાર રાજપૂત સમાજ એકઠો થઈ અમરેલી કલેકટર કચેરીએ સૂત્રોચાર સાથે રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા જણાવ્યું હતું જો ટિકિટ રદ્દ નહિ કરાય તો આગામી દિવસોમાં આંદોલનો શરૂ રહેશે અને જરૂર પડ્યે મતદાન નો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર
જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી આવેલા રાષ્ટ્રીય કરણી સેના મહિલા પાંખ ના મહિલા અગ્રણીઓ ની સાથે રહીને જામનગરના ક્ષત્રિયાણીઓ દ્વારા બીજેપી નેતા પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવ્યો હતો. અને પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ સુત્રોચાર કરી રાજપુત સમાજની મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો.
જેઓ દ્વારા કોઈપણ ભોગે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કાપવાની માંગ કરાઇ હતી, અને પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કાપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ઉપલેટા
ઉપલેટા તાલુકાના ગામોમાં પણ રાજકોટ લોકસભા બેઠકના ભાજપા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે રાજપૂત સમાજ સામે અભદ્ર ટિપ્પણી ને લઈને ઠેર ઠેર રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ વધી રહ્યો છે આ બાબતે રૂપાલાએ રાજપૂત સમાજની માફી પણ માંગેલ છે પરંતુ સમાજના અપમાન સામે રાજપૂત સમાજની એકજ માંગ છે કે કોઈપણ ભોગે રૂપાલા ને બદલાવો, આ બાબતે રાજપૂત સમજમાં ઘેરા પડઘા ગામડાઓ સુધી પહોંચતા ઠેર ઠેર રાજપૂત સમાજના ગામોમાં ભાજપનો સખત વિરોધ ઉઠ્યો છે અને ભાજપ ના કોઈપણ કાર્યકરો ને ગામમાં આવવું નહીં તેવા મેસેજ ફરતા થયાં છે જેમાં ઉપલેટા જામજોધપુર તાલુકાના હરિયાસણ, સતાવડી, ચરેલીયા, વલાસણ, સીદસર ગામોના રાજપૂત સમાજે આ પ્રકારના મેસેજ બનાવી ભાજપ ના કાર્યકરોને ગામમાં ના પ્રવેશવાનું કહેવામાં આવ્યું છે જો ભાજપના કાર્યકરો કોઈ ચૂંટણી લક્ષી પ્રચાર માટે આવશે તો રાજપૂત સમાજ તેનો ઉગ્ર વિરોધ કરશે તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.
વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાનું નિવેદન
પરસોતમ રૂપાલા ના નિવેદન સામે વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે અને ખાસ કરીને પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે સમાજના આગેવાનો જે નિર્ણય કરશે તે યોગ્ય હશે તેવું પણ સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે અને ખાસ કરીને વધુમાં તેમને જણાવ્યું છે કે આવા વડીલ નેતાઓ જ આવા પ્રકારના ભાષણો આપે અને આવા પ્રકારના વાણી વિલાસ કરે તે યોગ્ય નથી અને હવે માત્ર માફી નહીં પરંતુ તેમની ટિકિટ પણ બદલાવી જોઈએ તેવી પ્રબળ માંગ ક્ષત્રિય સમાજની છે અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો નિર્ણય કરશે તેમની સાથે અમે ઉભા રહીશું તેવું વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપી છે અને તેમના દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે પરસોતમ રૂપાલા ની ટિકિટ કોઈપણ સંજોગોમાં રદ થવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ