ગોંડલમાં આર્થિક ભીંસમાં આવેલા યુવાને ઝેર પી આપઘાત કર્યો એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

ગોંડલ બસ સ્ટેન્ડ પાસે મોબાઈલ ની દુકાન ધરાવનાર યુવાને ગત સવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ડો. સુખવાલા હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત રાત્રી ના મોત નીપજ્યું હતું. આર્થિક તંગી ના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ આઈ.ટી.આઈ પાસે આવેલી સાટોડીયા સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે હોનેસ્ટ મોબાઈલ નામની પાર્ટનર માં દુકાન ધરાવતા પરિણીત યુવક કિશન મનસુખભાઇ વેકરિયા ઉ.વ.28 ગત સવાર ના પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. ત્યાર બાદ કિશન ને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત રાત્રી ના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કિશન ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ ને લઈને ગોંડલ શહેર ઇ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિશન ના 2 વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેના પિતા કારખાના માં નોકરી કરે છે. એક ના એક પુત્ર નું મોત થતા પરિવાર શોક મગ્ન થયો છે

રિલેટેડ ન્યૂઝ