યુક્રેન યુધ્ધમાં પોલેન્ડે ભારતીય છાત્રોની મદદ કરી જામસાહેબનું ઋણ ચુકવ્યું-જયશંકર

રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદેશમંત્રીએ કહ્યું મોદી હે તો મુમકીન હૈ

રાજકોટની મુલાકાતે આવેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે રશીયા-યુક્રેન યુધ્ધમાં ભારતીય છાત્રની મદદ કરનાર પોલેન્ડનો આભાર માન્યો હતો. તેમજ ભૂતકાળમાં જામનગરના રાજવી જામસાહેબે પોલેન્ડના શરણાર્થીને આપેલા આશરાનો ઉલ્લેખ કર્યો હતો. પોલેન્ડે ભારતીય છાત્રની મદદ કરીને જામ સાહેબનું ઋણ ચુકવ્યું હાવેાનું કહયું હતુ તેમજ 10 વર્ષમાં વિશ્ર્વમાંમ ોદી સરકારે કરેલા કાર્યની માહિતી આપી મોદી હૈ તો મુમકીન હૈનું જણાવ્યુંં હતુ.
રાજકોટમાં રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા મંગળવારેે ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ડો.એસ. જયશંકરના વક્તવ્ય ને સાંભળવા પહોંચ્યા હતા. પોતાના વક્તવ્યમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે મોટુ નિવેદન આપ્યું. યુક્રેનમાં ચાલતા યુદ્ધ સમયે જે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા તેમાં યુક્રેનના પાડોશી દેશની મદદ મળી હતી.પોલેન્ડ અને રોમાનિયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. પોલેન્ડ જેવા દેશે મદદ કરી તેની પાછળનું કારણ એ હતું કે, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના લોકો ને જામ સાહેબે ઉતારો આપી સાચવ્યા હતા. પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી. આ સાથે છેલ્લા એક દશકમાં મોદી ના નેતૃત્વ વાળી સરકાર દ્વારા વિદેશ નીતિ વર્ણાવી હતી. બીજા દેશો માટે આજે ભારતનું ગૌરવ અને સન્માન વધ્યું છે જે સરકારના સફળ પ્રયાસથી સંભવ બની શક્યું છે.
આ સાથે ભારતના કાર્યો આજે વૈશ્વિક સ્તરે પ્રસંશા થઇ રહી છે.
વધુમાં જણાવ્યું હતુ કે, 2022માં યુક્રેનમાં યુધ્ધ શરૂ થયું હતું 20,000 લોકોને કાઢવા મટે ઓપરેશન ગંગાની શરૂઆત કરવામાં આવી હતી પોલેન્ડ અને રોમાનિયાના માધ્યમથી મેક્સિમ લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી જામસાહેબ દ્વારા કરવામાં આવેલી મદદ હજુ પણ પોલેન્ડને યાદ છે ભારતીય છાત્રની મદદ કરીને પોલેન્ડે જામસાહેબનું ઋણ ચુકવ્યું હતુ.
કોઈ પણ દેશનું ભાગ્ય ત્યાંની પ્રજાની હાથમાં હોઈ છે દર 5 વર્ષે પ્રજાને મોકો પણ મળતો હોય છે.છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ છીએ કે કઈ રીતે રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે.આપણી ફરજ પણ છે કે આપણે તેના માટે કટિબદ્ધ વ્યક્તિઓના હાથ મજબૂત કરીએ.અમૃતકાળની યાત્રામાં આપણે સફળ થશું તેવી આશા છે.છેલ્લા 10 વર્ષમાં જે પરિવર્તન આવ્યું છે તેનો પ્રભાવ વિદેશમાં જોવા મળી રહ્યો છે.દેશમાં જે પરિવર્તન થયું છે તેનો પ્રભાવ વિદેશમાં જોવા મળી રહ્યો છે
દેશના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોઈશ છેલ્લા 10 વર્ષમાં ભારતે સાબિત કરી બતાવ્યું કે લોકશાહી હોવા છતાં વિકાસ કરવો શક્ય છે.
અત્યારે આપણે 4 ટ્રીલિયન જીડીપી ગ્રોથ છે આપણે 5 ટ્રીલીયન સુધી પહોંચવાનું લક્ષ્યાંક છે ગોલ્ડમેન રિસર્ચનું કહેવું છે કે ભારત 2075 સુધીમાં 2જુ સૌથી મોટું અર્થતંત્ર હશે આર્ટીફિશિય ઇન્ટેલિજન્સના કારણે વિશ્વમાં અનેક ફેરફારો આવી રહ્યાં છે 2 કરોડ ભારતના નાગરીક દેશ બહાર કામ કરી રહ્યા છે ભારતીય મૂળના આંકડા જોડવામાં આવે તો આંકડો 3.5 કરોડ સુધી પહોંચે છે રોજગારીનો મોકો દેશની અંદર અને દેશની બહાર બને જગ્યાએ છે વિશ્વમાં હાલ સેમી કંડકટર મામલે સ્પર્ધા શરુ થઇ છે ગુજરાત ધોલેરામાં સેમી કંડકટર બાબતેની ફેકટરી શરૂ થવા જઇ રહી છે. સરકાર તેના માટે કામ પણ કરી રહી છે

રિલેટેડ ન્યૂઝ