જામટિંબડીની શાળાના છાત્રોનો અચૂક મતદાનનો સંદેશ

ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ પણ છે. હાલ લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે, ત્યારે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સીસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. જે અંતર્ગત વિવિધ શાળાોમાં પણ ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓને મતાધિકારની પ્રક્રિયા અંગે સમજ અપાઈ રહી છે, તો છાત્રો પણ વિવિધ સ્વરૂપે વર્તમાન નાગરિકોને લોકશાહીના હિતમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં મતાધિકાર અંગે જાગૃતિ લાવવા તેમજ તેમને મતદાનની પ્રક્રિયાની સમજ આપવા માટે રાજકોટની નક્ષત્ર પ્રિ-સ્કૂલ, નક્ષત્ર ધો.1થી 12ની શાળા તથા સાયન્સ ધો. 11-12 સાયન્સ સ્કૂલે અનોખો પ્રયોગ કર્યો હતો. શાળાએ સ્કૂલમાં જ ચૂંટણીનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન યોજીને છાત્રોને ચૂંટણીની આખી પ્રક્રિયા સમજાવી હતી.

રિલેટેડ ન્યૂઝ