ધોરાજીના માતાવાડીમાં ઊભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન

ધોરાજી નગરપાલિકા હાય હાય ના સુત્રો પોકારતા બાળકો અને વાલીઓ

ધોરાજીના માતાવાડીમાં ઊભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ અને માતાવાડી વિસ્તાર માં લાગ્યા બેનરો ધોરાજીના માતાવાડી વિસ્તારમાં ઊભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂમાં ફરિયાદ કરવા છતાં પણ છેલ્લા 20 થી 22 દિવસથી આ વિસ્તારને સાફ-સફાઈ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે એટલુ જ નહીં નગરપાલિકાના કર્મચારીઓ આવીને ગરીબ પરિવારોને ધમકાવીને જતા રહે છે કે હવે ફરિયાદ કરવા આવતા નહીં આ વિસ્તારના સ્થાનિકોઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય ના સૂત્રોચ્ચાર કર્યા હતા રજૂઆતો બહેરા કાને અથડાતાં સ્થાનિકો આકરા પાણીએ આવી ગયા હતા ધોરાજીના માતાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. જેનો કોઇ જ ઉકેલ તંત્ર પાસે નથી છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી નીકળતા હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અંતે આ વિસ્તારના ગરીબ લોકોએ નગરપાલિકાના વિરોધમાં બેનરો લગાવ્યા હતા. જેમાં મત માગવા આ વિસ્તારમાં ઉમેદવાર આવે નહીં તેવો ઉલ્લેખ પણ બેનરોમાં કર્યો હતો લોકસભાની ચૂંટણી વચ્ચે સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં બેનરો લગાવ્યા હતા સાફ સફાઈ માટે નગરપાલિકાને તેમજ ધારાસભ્યના રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નહિ થતા લોકો હવે કોને ફરિયાદ કરવી તેવા સવાલ સાથે જાહેરમાં વિરોધ કર્યો હતો આ વિસ્તારના ગગજીભાઈ ચારણ પાલાભાઈ ગઢવી .બાલાભાઈ ખોડાભાઈ . સજુબેન ખોડાભાઈ સ્થાનિક રહેવાસીઓ એ જણાવેલ કે આ બાબતે સ્થાનિકોએ સ્થાનિકો એ જણાવેલ કે જો ચૂંટાયેલી પ્રતિનિધિઓની નગરપાલિકા હોય અને કામમાં નિષ્ફળ ગયા હોય તો તાત્કાલિક અસર થી નગરપાલિકાને સુપર સીડ કરતા હોય છે પરંતુ ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે અને વહીવટદાર નગરપાલિકાના દરેક કાર્યમાં નિષ્ફળ ગયા હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.?

રિલેટેડ ન્યૂઝ