જેતપુરની સિવીલ હોસ્પિટલ માત્ર બે જ ડોકટર: અપૂરતા તબીબોથી દર્દીઓ પરેશાન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને લોકસભા પોરબંદર વિસ્તારના ઉમેદવાર માંડવીયા આ પ્રશ્ર્ન નિવારવા યોગ્ય કરશે તેવો પ્રજામાં ઉઠતો પ્રશ્ર્ન

રાજકોટ જિલ્લાનું ઔદ્યોગિક ગામ જેતપુર છે. કહેવા માટે તો જેતપુર શહેરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ છે. પરંતુ, આ હોસ્પિટલમાં શહેરીજનો તેમ જ ગ્રામજનોને પૂરતી સારવાર કરી શકે એટલા ડોક્ટર જ ભારોભાર અછત છે. જેતપુર સિવિલ હોસ્પિટલમાં ઘઙઉ માટે ફક્ત એક જ તબીબ છે. જેના કારણે સ્થાનિક લોકોને તો હાલાકી પડી રહી છે, સાથે સાથે અહીં વસતા પરપ્રાંતિય મજૂરો પણ હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે..
આખી હોસ્પિટલમાં બે જ તબીબ હોવાથી તેમણે 24 કલાક ફરજ પર રહેવુ પડે છે. તો બીજી તરફ દર્દીઓએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ તબીબની અછત અને બીજી તરફ વાયરલ ઈન્ફેક્શનના કારણે હાલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.પરંતુ ડોક્ટરની ઘટને કારણે દર્દીઓનુ યોગ્ય નિદાન નહી થવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. તબીબોની ઘટની સૌથી વધુ અસર ગરીબ દર્દીઓને થઈ રહી છે.
હાલ અત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા જે સીટ પરથી લડી રહ્યા છે. તે જ વિસ્તારમાં સમાયેલ છે જેતપુર. ત્યારે કેન્દ્રીય મંત્રી આરોગ્ય પ્રધાન હોય ત્યારે ખરેખર સરકારી હોસ્પિટલને તે ડોક્ટરોની ઘટ મામલે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ક્યારે પણ તસ્દી લેવામાં આવી નથી અને હાલ આરોગ્ય મંત્રી ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હોય ત્યારે જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં આરોગ્ય બાબતે ડોક્ટરોની ઘટ પૂરી પાડી શકશે તે આવનારા સમયમાં જ જોવાનું રહ્યું.
મહત્વની વાત એ છે કે અકસ્માત જેવો અન્ય કોઈ ઈમરજન્સી કેસ આવી જાય તો તબીબ ઓપીડી છોડીને ઈમરજન્સી કેસમાં જતા રહે છે.. જેના કારણે કલાકો સુધી સારવાર માટે બેઠેલા દર્દીઓ ભગવાન ભરોસે મુકાય જાય છે.. આ અંગે હોસ્પિટલના અધિક્ષકનું કહેવું છેકે, ઓપીડી માટે બે તબીબો સેવા આપી રહ્યા છે જેમાંથી એક ડેપ્યુટેશન પર છે આ બંને તબીબો ક્રમશ: ફરજ નિભાવી રહ્યા છે.
આરોગ્યમંત્રી આ જ વિસ્તારના પણ શું કામના ? લોકોનો આક્રોશ
લોકોએ આક્રોશ જતાવતાં કહ્યું છે કે, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જેતપુર વિસ્તારને આવરી લેતી લોકસભાની બેઠકના જ છે. હવે તે આગામી લોકસભાની ચૂંટણી પણ લડવાના છે. મહત્તમ મત જોઈતા હોય તો તેમણે જેતપુરની સિવિલ હોસ્પીટલની હાલત સુધારવી પડશે. અન્યથા અહી રોજ બરોજ હેરાન પરેશાન થતા લોકો, દર્દીઓ આગામી ચૂંટણીમાં ઉગ્ર રોષ બતાવી શકે તેમાં શંકાને સ્થાન નથી.
જાગૃત દર્દીઓ અને નાગરિકો કહે છે કે જેતપુરની સિવિલ હોસ્પીટલમાં ઘણી વખાત જોઈતી દવા મળતી નથી પરિણામે નાછૂટકે મોઘીદાટ દવા મેડીકલમાંથી લેવી પડે છે. દવાનો જથ્થો ખૂટી જાય તો પુરતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સંબધિત તબીબોની બને છે પણ અહી સ્ટાફની ભયંકર અછત વચ્ચે સંકલનનો અભાવ સર્જાય છે.

રિલેટેડ ન્યૂઝ