જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં 6715 અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર કરાઈ

રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલી છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળો પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનરો, પોસ્ટરો, દિવાલ પરના લખાણ વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જેના અંતર્ગત તા. 10 એપ્રિલ સુધીમાં 71 – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી 1528 અને ખાનગી મિલ્કતો પરથી 283 મળી કુલ 1811 અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. 72 – જસદણ વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી 1594 અને ખાનગી મિલ્કતો પરથી 648 મળી કુલ 2242 રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે. 73 – ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી 380 અને ખાનગી મિલ્કતો પરથી 124 મળીને કુલ 504 પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. 74 – જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી 797 અને ખાનગી મિલ્કતો પરથી 600 મળીને કુલ 1397 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. તેમજ 75 – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી 297 અને ખાનગી મિલ્કતો પરથી 464 મળી કુલ 761 રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે. આમ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 6715 અનધિકૃત પ્રચારાત્મક જાહેરાતો હટાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ