જેતપુર તાલુકાના અમરાપર ગામ ખાતે મતદાર જાગૃતિ અંગેની રેલી યોજાઇ

લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે. આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જેના ઉપક્રમે અધિક કલેકટરશ્રી અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકાના અમરાપર ગામ ખાતે મતદાર જાગૃતિ અંગેની રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહી અને મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. સાથોસાથ પરિવારજનો સાથે અવશ્ય મતદાન કરવા જશે તે અંગેની જાગરૂકતા ગ્રામજનોમાં ફેલાવામાં આવી હતી.
ઉપરાંતમાં જાગૃત સમાજ જાગૃત મતદાર તો મજબૂત લોકશાહી, મતદાતા જાગે અધિકાર માંગે, મત સે મત ભાગો, લોકતંત્રનો ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાતા, બુઢે હો યા જવાન સભી કરે મતદાન, વોટ એજ મારો સંદેશ, મહાદાન અન્નદાન વિશેષદાન મતદાન, તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો ચાલો સૌ મતદાન કરો, લોકશાહી મૂલ્ય ચૂકવો મતદાન માટે આગળ વધો, આળસ કરીશ નહિ, ફરજ થી ડગીશ નહિ, મતદાન ચૂકિશ નહિ, જેવા વિવિધ મતદાન જાગૃતિના બેનરો, પોસ્ટર બનાવીને રેલી યોજી ગામમાં મતદાન અંગેની જાગૃતી ફેલાવી હતી.

રિલેટેડ ન્યૂઝ