રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ માટે ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ કરાયું

લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું, તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.
જે અંતર્ગત, 68-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ઓછા મતદાનવાળા વિસ્તારોમાં ગતરોજ જિલ્લા પુરવઠા અધિકારી તથા રાજકોટ પૂર્વ મામલતદારના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું હતું. જેમાં ભાગ નં 62, શક્તિ પાર્ક, સેટેલાઇટ પાર્ક, ધારા એવન્યુના વિસ્તારોમાં ઝોનલ ઓફીસરશ્રી તથા બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.
જ્યારે ભાગ નં 64માં પટેલ પાર્ક, દેવલોક પાર્ક, બાલાજી પાર્ક, શ્રીરામ પાર્ક, શિવશક્તિ પાર્ક તથા ભાગ-71માં કિંજલ પાર્ક, વૃંદાવન પાર્ક શેરી 1 અને 2, નાથદ્વારા પાર્ક, ભગવતી પાર્ક વિસ્તારમાં ઝોનલ ઓફીસરશ્રી રવિભાઈ ખીમાણી તથા ભાગ 64ના બુથ લેવલ ઓફિસર સુશ્રી મયુરીબેન અને ભાગ નં.71ના બી.એલ.ઓ. સુશ્રી મનીષાબેન કટારીયા દ્વારા ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ભાગ નં 253માં હુડકો ક્વાર્ટર અને તેની આજુ બાજુના વિસ્તારોમાં તથા ભાગ નં 221 તથા 222માં જંગલેશ્વર વિસ્તાર પાછળ તથા દેવપરા વિસ્તારની આજુ બાજુના વિસ્તારોમાં ઝોનલ ઓફીસરશ્રી તથા બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા ઘરે ઘરે જઈને “મતદાર જાગૃતિ” પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. આ સાથે બધા નાગરિકોને ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ